Fri,26 April 2024,10:02 pm
Print
header

હૈતીના પ્રવાસીઓને ગેરકાયદેસર મિયામી લઈ જતી બોટ પલટી ગઈ, 17 લોકોનાં મોત - Gujarat Post

મેક્સિકોઃ હૈતીના પ્રવાસીઓને ગેરકાયદેસર મિયામી લઈ જતી બોટ ડૂબી જતા 17 પ્રવાસીઓનાં મોત થયા છે, જ્યારે 25 અન્ય લોકોને બચાવી લેવાયા છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ બહામાસના અધિકારીઓ કહે છે કે હૈતી સ્થળાંતર કરનારાઓને લઈ જતી એક બોટ દરિયામાં પલટી ગઈ હતી. બહામિયન સુરક્ષા દળોએ 17 લોકોના મૃતદેહ બહાર કાઢ્યાં છે, જ્યારે 25 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. ન્યૂ પ્રોવિડન્સથી લગભગ સાત માઈલ દૂર બોટ ડૂબી ગઇ હતી.વડાપ્રધાન ફિલિપ બ્રેવ ડેવિસે એક નિવેદનમાં જણાવ્યું કે મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક શિશુનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બચાવાયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે

મૃતકોમાં 15 મહિલાઓ, એક પુરુષ અને એક બાળકનો સમાવેશ થાય છે

ડેવિસે કહ્યું કે બચાવાયેલા લોકોને નિરીક્ષણ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. તપાસકર્તાઓના જણાવ્યાં અનુસાર એક ડબલ એન્જિનવાળી સ્પીડબોટ બહામાસથી મોડી રાતે લગભગ 1 વાગ્યે રવાના થઈ હતી, જે 60 લોકોને લઈને મિયામી જઈ રહી હતી. માનવ તસ્કરીના શંકાસ્પદ ઓપરેશનમાં ગુનાહિત તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

બહામાસના પીએમ મૃત્યું પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી

ડેવિસે કહ્યું, "હું મારી સરકાર અને બહામાસના લોકોને આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.સત્તામાં આવ્યાં બાદથી મારી સરકારે લોકોને આવી વિશ્વાસઘાત મુલાકાતો સામે ચેતવણી આપી છે."

હૈતીના વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

હૈતીના વડાપ્રધાન એરિયલ હેનરીએ કહ્યું કે તેઓ પીડિતોના પરિવારો પ્રત્યે સહાનુભૂતિ ધરાવે છે. "આ ઘટનાથી સમગ્ર દેશમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. જે સમસ્યાઓને કારણે આપણા ભાઈઓ, આપણી બહેનો, આપણા બાળકો આપણી માટી છોડીને જઈ રહ્યાં છે તેના ઉકેલ માટે હું ફરી એકવાર રાષ્ટ્રીય સમાધાનની અપીલ શરૂ કરું છું. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch