Fri,26 April 2024,3:50 pm
Print
header

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી, જાણો કઇ તારીખથી વરસાદનું જોર વધશે

અમદાવાદ: ગુજરાતમાં હવામાન વિભાગ દ્રારા આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 19 અને 20 સપ્ટેમ્બરથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધશે. આટલો સારો વરસાદ છતાં હજુ રાજ્યમાં વરસાદની 20 ટકા ઘટ છે. ગુજરાત હવામાન વિભાગના ડાયરેક્ટરએ જણાવ્યું કે 17 અને 18 તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.19 અને 20 તારીખથી રાજ્યમાં ફરીથી વરસાદનું જોર વધી શકે છે.

ગુજરાત પર સતત વરસી રહેલા વરસાદથી સૌરાષ્ટ્રમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. રાજ્યમાં અત્યાર સુધી વરસી ચૂક્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 86.06% વરસાદ પડ્યો છે. કચ્છમાં અત્યાર સુધી 75.02% સરેરાશ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 56.76% વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 61.92% વરસાદ પડ્યો છે.દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 73.41% વરસાદ પડ્યો છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 72.86 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch