Sat,27 April 2024,10:32 am
Print
header

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનું આજે અંતિમ વિધાનસભા સત્ર, પોલીસનો ચાંપતો બંદોબસ્ત- Gujarat Post

(ફાઇલ તસવીર)

બે દિવસનું ટૂંકુ સત્ર તોફાની બનાવાના એંધાણ

ગાંધીનગરમાં ચાલતા આંદોલનના કારણે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો થોડા જ દિવસોમાં જાહેર થશે. તેથી છેલ્લું વિધાનસભા સત્ર આજે મળી રહ્યું છે. બે દિવસ ચાલનારા સત્રને લઈ વિધાનસભાના ગેટ નંબર એક અને ચાર પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગાઠવાયો છે.વિધાનસભા સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ગાંધીનગરમાં ચાલતાં અલગ અલગ આંદોલનને કારણે વિધાનસભા પરિસરમાં ચુસ્ત પોલીસ બંદબસ્ત ગોઠવાયો છે.

વિધાનસભાના સાશક પક્ષના ખંડમા ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો બેઠકમાં હાજર રહ્યાં. બે દિવસીય સત્રની રણનીતિ અંગે ચર્ચા કરાઇ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાઇ શકે છે.બે તબક્કામાં ચૂંટણીનું આયોજન થઈ શકે છે. પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવશે ત્યારે તમામ ચર્ચા કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch