Fri,26 April 2024,1:30 pm
Print
header

બોર્ડનું પરિણામ કેવી રીતે બનશે ? 12 સભ્યોની કમિટી તૈયાર કરશે આ ફોર્મ્યુલા

ગાંધીનગરઃ ધોરણ 10ની માર્કેશીટ કેવી બનશે તે અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને મૂંઝવણ છે. આ અંગે રાજ્ય સરકાર આજે અથવા આવતીકાલે નિર્ણય જાહેર કરશે. પરીક્ષા રદ કર્યાં બાદ પરિણામ કેવી રીતે તૈયાર કરવુ તેની માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. જે મુજબ સર્ટિફિકેટ બનશે. ધોરણ 10 ની માર્કેશીટ માટે CBSEની સંપૂર્ણ ગાઈડલાઈન પાલન નહીં કરાય. પરિણામ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ અને શાળાઓએ લીધેલી એકમ કસોટીને પણ આધાર બનાવાઈ શકાય છે.આ માટે કમિટિ દ્વારા માર્કશીટ તૈયાર કરવાની ભલામણો સરકારને મોકલી અપાઈ છે.

ધોરણ 10 ના વિદ્યાર્થીઓના પરિણામ અંગે નિર્ણય આવી શકે છે. સરકાર દ્વારા અલગ અલગ વિભાગના 12 લોકોનો સમાવેશ કરી કમિટી તૈયાર કરવામાં આવી છે. કમિટી દ્વારા નિર્ણય લઇ બાદમાં નિર્ણય જાહેર કરવામાં આવશે. પરિણામ કેવી રીતે તૈયાર કરવું તે અંગે કમિટી બનાવવામાં આવી છે. જેમાં 2 થી 3 જિલ્લા શિક્ષણ અધિકારીઓ, શિક્ષણ બોર્ડના 2 સભ્યો, શાળા સંચાલક મળીને કુલ 12 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે આ તમામ લોકો વિચાર વિમર્શ કરીને સરકારને રિપોર્ટ સોંપશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar