Thu,18 April 2024,9:47 pm
Print
header

ગુજરાત સરકારના કર્મચારીઓ આનંદો, સરકારે ડીએમાં કર્યો 8 ટકાનો વધારો

ફાઇલ ફોટો

પંચાયત અને અન્ય વિભાગના કર્મચારીઓને ભેટ

મોંઘવારી ભથ્થુ વધારતા કર્મચારીઓમાં આનંદ છવાયો

ગાંધીનગરઃ ગુજરાત સરકારના લાખો કર્મચારીઓને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 8 ટકાનો વધારો કરી દીધો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ-પેન્શનર્સને મળતા મોંઘવારી ભથ્થામાં તારીખ 1-7-2022 થી 4 ટકા અને 1-1-23થી 4 એમ કુલ 8 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

સરકારના આ નિર્ણયથી સરકારી તિજોરી પર વાર્ષિક 4,516 કરોડ રૂપિયાનું નાણાંકીય ભારણ વધશે. રાજ્ય સરકારના અંદાજે 9.98 લાખ જેટલા કર્મચારીઓ- પેન્શનર્સને આ ફાયદો થશે.

આઠ ટકા વધારાથી જે એરિયર્સની રકમ આપવાની થાય છે, તે ત્રણ હપ્તાઓમાં અપાશે. પ્રથમ હપ્તો જૂન-2023ના પગાર સાથે, બીજો હપ્તો ઓગસ્ટ-2023ના પગાર સાથે અને ત્રીજો હપ્તો ઓકટોબર-2023ના પગાર સાથે ચૂકવવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch