Sun,28 April 2024,2:56 pm
Print
header

ઐતિહાસિક જીત બાદ મોદી થયા ભાવુક, કહ્યું ધન્યવાદ ગુજરાત, ગુજરાતની જનશક્તિને નમન કરૂં છું

નવી દિલ્હીઃ ગુજરાતમાં 150 થી વધુ બેઠકો જીતીને નવો રેકોર્ડ બનાવવા જઇ રહેલી ભાજપે વિરોધીઓને જોરદાર ઝટકો આપ્યો છે, મોદીના પ્રચંડ પ્રચાર બાદ જનતાએ ફરી એક વખત ભાજપને મોકો આપ્યો છે, કોંગ્રેસ વિરોધ પક્ષમાં સારી રીતે બેસી શકે એટલી સીટો પણ જીતી શક્યું નથી. ત્યારે મોદીએ જીત પછી પહેલી વખત પ્રતિક્રિયા આપતા કહ્યું ધન્યવાદ ગુજરાત, ગુજરાતની જનશક્તિને નમન કરું છું, તેમને દિલથી જનતાનો આભાર માન્યો છે.

દિલ્હીમાં મોદીનું ભાષણ, યુવાઓએ ભાજપ પર વિશ્વાસ મુક્યો

સંકટમાં દેશની જનતાનો ભરોસો ભાજપ પરઃ મોદી 

મોદીનો જાદુ યથાવત, ગુજરાતમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યાં  

મોદીએ કહ્યું આજના રેકોર્ડ તોડ પરિણામો જોયા પછી હું ભાવનાઓથી અભિભૂત છું, જનતાએ અમારી વિકાસની રાજનીતિને આર્શીવીદ આપ્યાં છે. મોદીએ ચૂંટણી પહેલા અનેક રેલીઓ કરી હતી અને કહ્યું હતુ આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રના બધા રેકોર્ડ તોડશે અને તેમ જ થયું, મોદી સીએમ હતા ત્યારે ભાજપે 127 બેઠકો જીતી હતી, અગાઉ માધવસિંહ સોલંકીનો 149 બેઠકો જીતવાનો વિક્રમ ભાજપે તોડી નાખ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch