Sun,05 February 2023,10:52 am
Print
header

હિન્દુત્વના સહારે ભાજપ, ગુજરાત આવેલા અસમના સીએમ હિમંત બિશ્વા શર્માએ હિન્દુઓને આ મામલે આપી ચેતવણી- Gujarat Post News

સુરતઃ વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં તમામ પક્ષો પ્રચારમાં લાગી ગયા છે. ભાજપના રાષ્ટ્રીય નેતાઓ સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં ઉતર્યાં છે. અસમના સીએમ હિમંત બિશ્વા શર્માએ કામરેજમાં જાહેર સભા ગજવી હતી અને 2014 લોકસભા ચૂંટણીની જેમ ફરીથી હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો.

2022 વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે પાર્ટીઓએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે ,ભાજપ દ્વારા ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે ગુજરાતમાં ઉતારી દીધા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ,રમત ગમત મંત્રી અનુરાગ ઠાકુર, ફિલ્મ સ્ટાર રવિ કિશન સહિતના નેતાઓ આજે દક્ષિણ ગુજરાતમાં હતા, અસમના મુખ્યમંત્રી હિમંત બિશ્વા શર્મા સુરતના કામરેજમાં ભાજપના ઉમેદવાર પ્રફુલ પાનસેરિયાના પ્રચાર માટે આવ્યાં હતા

હિમંત બિશ્વા શર્માએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કર્યાં હતા. 2014 લોકસભા ચૂંટણીની જેમ હિમંતના  ભાષણમાં ફરીથી રામ મંદિરનો મુદ્દો દેખાયો હતો. કહ્યું કે અયોધ્યા ભગવાન રામ જન્મ સ્થળ તરીકે નહીં પરંતુ બાબરી મસ્જીદને કારણે ઓળખાઇ રહ્યું હતુ, પરંતુ હવે અહીં રામનું ભવ્ય મંદિર બની રહ્યું છે. આ મોદીને કારણે જ શક્ય બન્યું છે.

તેમને કચ્છની સભામાં દિલ્હી શ્રદ્ધા હત્યા કેસને લઇને કહ્યું કે હવે કોઇ શહેરમાં આફતાબ પેદા ન થાય તે માટે મોદીજીને જ ફરીથી 2024 માં ફરીથી વડાપ્રધાન બનાવવાના છે. આફતાબે શ્રદ્ધાની ક્રૂર હત્યા કરીને તેના શરીરના ટુકડા કરી નાખ્યાં હતા, આ કેસને લવ જેહાદ ગણાવીને હિન્દુત્વનો મુદ્દો ગુજરાત ચૂંટણીમાં ચર્ચાસ્પદ બનાવ્યો છે.

હિમંત શર્માએ આમ આદમી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે કેજરીવાલ પહેલા દિલ્હીમાંથી ઝૂંપડપટ્ટીઓ હટાવે ત્યારબાદ ગુજરાત તરફ નજર કરે, ગુજરાતના લોકોને મોહલા ક્લિનિકની જરૂર નથી, તેમને પંજાબમાં ગન કલ્ચરને લઇને સરકારની ઝાટકણી કાઢી. ભગવંત માનની સરકાર અહીં નિષ્ફળ હોવાનું કહ્યું, સાથે જ ગુજરાતમાં ફરીથી ભાજપનું કમળ ખિલશે તેવી આશા વ્યક્ત કરી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch