Fri,26 April 2024,4:10 pm
Print
header

બહાર નીકળતા લોકો આ વાંચો, અમેરિકા ગયેલા રાજકોટના મહિલા વૈજ્ઞાનિકે શું કહ્યું ?

અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાઇરસના 60 જેટલા કેસ થઇ ગયા છે, 5 લોકોનાં મોત થઇ ગયા છે, સરકારે લોકડાઉન કરીને લોકોને ઘરોમાં રહેવા સલાહ આપી છે, પરંતુ હજુ ઘણા લોકો સરકારી જાહેરનામાનો ભંગ કરીને બહાર ફરી રહ્યાં છે, જે તેમના માટે, તેમના પરિવાર માટે અને અન્ય લોકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે, હજુ સુધી લોકો ખતરનાક કોરોના વાઇરસની ગંભીરતાને સરળતાથી લઇ રહ્યાં છે, આ સ્થિતીમાં અમેરિકા ગયેલા રાજકોટના મહિલા વૈજ્ઞાનિક ડો.સેજલ શાહે લોકોને કોરોનાની ભયંકર સ્થિતી જણાવી છે અને ઘરોમાં રહેવા અપીલ કરી છે.

આર.કે.યુનિવર્સિટીના પ્રોફેસર ડો.સેજલ શાહ અમેરિકાના કોલમ્બસમાં છે, ત્યાથી એક વીડિયો પોસ્ટ કરીને તેઓ કહી રહ્યાં છે કે ભારત સરકારે મને અમેરિકી યુનિવર્સિટીમાં રિસર્ચ માટે મોકલી હતી અને હાલમાં હું 10 દિવસથી ફ્લેટમાં લોકડાઉન છું, ન્યૂયોર્કમાં સ્થિતી ખરાબ છે, હું જ્યા રહું છું ત્યાં રોડ, બિલ્ડીંગ અને રસ્તાઓ પર વારંવાર 
સેનેટાઇઝર કરાય છે, ઘણું ધ્યાન આપવામાં આવે છે, તેમ છંતા કોરોનાના થોડા કેસ નોંધાય છે. આટલું ધ્યાન રાખવામાં આવે છે, તેમ છંતા કોરોનાનો ડર યથાવત છે,જ્યારે રાજકોટ અને ગુજરાતમાં લોકો બેદરકારી રાખીને બહાર જઇ રહ્યાં છે. તેઓ કોરોનાની ગંભીરતાને સમજે તો સારૂ છે. અહી લોકો 6-6 કલાક લાઇનમાં ઉભા રહીને કોરોના ટેસ્ટ માટે સેમ્પલ આપે છે, અને ગુજરાતમાં કોરોના પ્રત્યે કોઇ ગંભીરતા નથી, તમારે ચેતી જવું જોઇએ, કારણ કે કોરોના જો વધારે ફેલાશે તો તમારા માટે મોટો ખતરો ઉભો થશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch