Fri,26 April 2024,5:36 pm
Print
header

વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસે જિલ્લા પ્રમુખોના નામની કરી જાહેરાત - Gujarat Post

(કોંગ્રેસે જાહેર કરેલું લિસ્ટ)

ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી પહેલા જિલ્લા પ્રમુખોની કરી વરણી 

7 જિલ્લા પ્રમુખોને રિપીટ કરાયા, 6 નવા પ્રમુખોના નામની જાહેરાત

એક પણ મહિલાને પ્રમુખ પદ ન અપાયું

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા જિલ્લા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. 7 જિલ્લા પ્રમુખોને રિપીટ કરવામાં આવ્યાં છે, 6 નવા ચહેરોઓને સ્થાન અપાયું છે. 

છોટા ઉદેપુરના પ્રમુખ રિપીટ- ઉમેશ શાંતિલાલ શાહ, પોરબંદર સીટી પ્રમુખ નવા- અતુલ ભગવાનજીભાઈ કારિયા, મોરબી પ્રમુખ રિપીટ- જયંતિલાલ જેરાભાઈ પટેલ, પાટણ પ્રમુખ રિપીટ- શંકરજી દેવસંગજી ઠાકોર, આણંદ પ્રમુખ નવા- મહેન્દ્રસિંહ હરીસિંહ પરમાર, ડાંગ પ્રમુખ નવા- મોતીભાઈ ચૌધરી, દેવભૂમિ દ્વારકા પ્રમુખ નવા- મોહમંદ યાસિન બી ગજ્જન, જામનગર સીટી પ્રમુખ રિપીટ- વિરેન્દ્રસિંહ ટેમુભા જાડેજા, જૂનાગઢ પ્રમુખ રિપીટ- અમિત પ્રવિણભાઈ પટેલ, ખેડા પ્રમુખ રિપીટ- રાજેશ ઝાલા, નડિયાદ પ્રમુખ નવા- હાર્દિક અશ્વીનભાઈ ભટ્ટ, પોરબંદર પ્રમુખ રિપીટ-નથાભાઈ ઓડેદરા, દાહોદ પ્રમુખ નવા-હર્ષદ નિનામાની વરણી કરવામાં આવી છે. જો કે કોંગ્રેસે એક પણ મહિલાને પ્રમુખ પદની જવાબદારી આપી નથી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch