Fri,26 April 2024,7:34 pm
Print
header

ગુજરાતમાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓને લઇને મોટા સમાચાર, આવી રીતે બનશે માર્કશીટ

ગાંધીનગરઃ કોરોનાની મહામારીમાં સ્કૂલો બંધ હોવાથી અને પરીક્ષા લેવામાં પણ વિદ્યાર્થીઓને જોખમ હોવાથી રાજ્ય સરકારે ધોરણ-12 બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી દીધું છે જો કે હવે માર્કસ કંઇ રીતે ગણાશે તેના પર ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી તે સમયે જ હવે માર્કસની પદ્ધતિને લઇને મોટા સમાચાર આવ્યાં છે.

ગુજરાતમાં ધોરણ-12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર કરાયું છે. જેમાં ધોરણ 10ના પરિણામના 50 માર્ક્સ, ધોરણ 11ના પરિણામના 25 માર્ક્સ તથા ધોરણ 12ની સામાયિક અને એકમ કસોટીના 25 માર્કસને આધારે ધોરણ 12ની માર્કશીટ તૈયાર થશે, અગાઉ જે વિદ્યાર્થીઓનુ પર્ફોરમન્સ સારુ હશે તેમને વધુ ફાયદો થશે. જુલાઇ મહિનાના બીજા સપ્તાહમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જશે. નોંધનિય છે કે કોરોનાની સ્થિતીમાં રાજ્ય સરકારના નિર્ણયથી સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના કુલ 6.83 લાખ જેટલા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch