Mon,06 May 2024,7:13 pm
Print
header

ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર

(સ્ટોરીઃ મહેશ R પટેલ, એડિટર)

અમદાવાદના એક ધારાસભ્યને લાગી શકે છે લોટરી

સંગઠનમાં બિન વિવાદિત લોકોને મળશે સ્થાન

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે, તેઓ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લેવાના છે, અને આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇને સંગઠન, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો સાથે ચર્ચા પણ કરશે, આ બધાની વચ્ચે માહિતી મળી છે કે પ્રદિપસિંહ વાઘેલા સહિતના નેતાઓને સંગઠનમાંથી હટાવ્યાં બાદ હવે ગુજરાત ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર થવા જઇ રહ્યાં છે, મહામંત્રીથી લઇને ખાલી અન્ય પદો પર નવા નામોની પસંદગી કરાશે, જેમાં કેટલાક નામો પર ચર્ચા થઇ હોવાનું જાણવા મળ્યું છે, જો કે સી.આર.પાટીલ આગળ પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષ રહેશે પરંતુ તેમની ટીમ અને આઇટી વિભાગમાં મોટા ફેરફારો થાય તેવી શક્યતા છે.

નવા બિન વિવાદિત ચહેરાઓને મળશે સ્થાન

ભાજપમાં જઇને નેતાઓ બની રહ્યાં છે કરોડપતિ !

કમલમને પોતાનો ભ્રષ્ટાચાર અને દાદાગીરીનો અડ્ડો બનાવી દેનારા, પોલીસ તંત્રનો દુરુપયોગ કરનારા અને સિનિયર નેતાઓનું વારંવાર અપમાન કરનારા નેતાઓને ભાજપ ઘરભેગા કરીને સાબિત કરી દીધું છે કે કોઇ પણ પ્રકારના ખોટા કામો હવે અહીં ચલાવી લેવાના નથી. આ બધાની વચ્ચે કમલમના એક નેતાએ થોડા જ સમયમાં 15 પેટ્રોલ પંપ ઉભા કરી દીધાની સ્ટોરી પણ ટોક ઓફ ધ ટાઉન બની છે, હવે લોકો ભાજપમાં રૂપિયા બનાવવા જ જતા હોય તેવું જનતાને લાગી રહ્યું છે, સેવાના નામે આ લોકો મેવા ખાઇ રહ્યાં છે, ત્યારે પીએમ મોદીની આ બધી જ ગતિવિધીઓ પર નજર છે અને હવે નવા બિન વિવાદિત અને પાર્ટી માટે સાચું કામ કરનારના નેતાઓને જ જવાબદારી સોંપાય તેવી શક્યતા છે.

બોર્ડ નિગમોમાં નિમણુંકનો મુદ્દો

લોકસભા ચૂંટણી 2024 પહેલા કાર્યકરો અને નેતાઓમાં નવો જોશ ભરી દેવા બોર્ડ-નિગમોમાં વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરવાની કવાયત હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે, મોદીની આ મુલાકાતમાં આ મુદ્દો પણ ચર્ચાઇ શકે છે અને કેટલાક ધારાસભ્યો અને કાર્યકરોના નામો પર થપ્પો વાગી શકે છે. બોર્ડ-નિગમોમાં નેતાઓને ટૂંક સમયમાં જ મળી શકે છે સ્થાન.

અમદાવાદના એક ધારાસભ્યને લાગી શકે છે લોટરી

અમદાવાદ શહેર એસઓજી પોલીસે એક કેસમાં નેતાઓના કહેવાથી કોઇ વ્યક્તિનું અપહરણ કરીને ગેરકાયદેસર રીતે અનેક કામો કર્યાં, આ મુદ્દો દિલ્હી સુધી પહોંચતા નેતાજીને ઘરભેગા કરી દીધા, જમીન પ્રેમી આ નેતાજીના કારનામાઓના પોટલા દિલ્હી પહોંચી રહ્યાં છે, એક પછી એક નવા કૌભાંડો ખુલે તો નવાઇ નહીં, આ બધાની વચ્ચે અમદાવાદના ભાજપના એક ધારાસભ્યને લોટરી લાગી શકે છે. કદાચ તેમને ના વિચારેલું પદ તેમને મળી શકે છે, જેઓએ પાર્ટી માટે ઘણી મહેનત કરી છે. બીજી તરફ મંત્રીઓના કામની સમીક્ષા કરીને ભાજપ હાઇ કમાન્ડ કોઇ ફેરફાર કરશે, તેવી પણ ચર્ચાઓ થઇ રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch