Fri,26 April 2024,8:38 am
Print
header

મહેસૂલ વિભાગની મોટી કાર્યવાહી, 5 ડેપ્યુટી કલેક્ટરને સમય પહેલા જ કરી દીધા રિટાયર્ડ- gujaratpost news

ગાંધીનગરઃ રાજ્યના મહેસૂલ વિભાગે મોટી કાર્યવાહી કરીને પાંચ ડે.કલેક્ટરને ફરજિયાત રિટાયર્ડ કરી નાખ્યાં છે. આ અધિકારીઓને નિવૃતિના સમય પહેલાં રિટાયર્ડ કરી દેવાયા છે, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ અને કચ્છના ડે.કલેક્ટર કક્ષાના અધિકારીઓનો સમાવેશ થાય છે. આઇ.વી.દેસાઇ, એન.જી.કુંપાવત, જે.ડી.જોષી. આર.બી.પાખાવાલા અને બી.એસ.ખોખરિયાને રિટાયર્ડ કરવાના સરકારે આદેશ કર્યાં છે.

અધિકારી આલમમાં ચર્ચાઓ શરૂ 

આખરે સરકારે કેમ ભર્યું આ પગલું 

સરકારે આદેશ કરીને આ બધાને સેવા નિવૃત કરી દેતા અધિકારી આલમમા ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે, પહેલા ઉત્તર પ્રદેશમાં શિક્ષાત્મક પગલા ભરીને સરકારે આવી રીતે અનેક અધિકારીઓને ઘર ભેગા કરી દીધા હતા, ફરજમાં બેદરકારી કે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આવી રીતે કાર્યવાહી કરવામાં આવે છે, કોઇની સામે તપાસ ચાલ્યાં બાદ પણ આવી કાર્યવાહી કરાય છે, જો કે ગુજરાત સરકારે આ કાર્યવાહીને લઇને ખાસ કારણો દર્શાવ્યાં નથી. ચર્ચાઓ છે કે રાજ્ય સરકાર અન્ય વિભાગોમાં પણ આવી રીતે કાર્યવાહી શરૂ કરી શકે છે. જેથી અનેક અધિકારીઓમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch