Fri,26 April 2024,5:40 am
Print
header

પુનમ માડમે ફરી કોવિડની ગાઇડ લાઇનના ઉડાવ્યાં ધજાગરા, લગ્ન પ્રસંગમાં માસ્ક વગર જોવા મળ્યાં ગીતા રબારી સાથે

દેવભૂમિ દ્વારકાઃ ભાજપના નેતાઓ હવે પીએમ મોદીને ગણતા જ નથી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોને લઇને મોદી બુમો પાડી પાડીને બધાને સમજાવી રહ્યાં છે તેમ છંતા તેમના નેતાઓ બેફામ છે. કોરોનાની સ્થિતીમાં સામાન્ય લોકો પાસેથી દંડના લાખો રૂપિયા ખંખેરી રહેલી સરકારના પ્રધાનો અને નેતાઓ જ કોરોના ગાઇડ લાઇનના ધજાગરા કરે છે. જામનગરથી ભાજપના સાંસદ પુનમ માડમે અગાઉ કોવિડમાં ટોળું ભેગુ કરીને માસ્ક વગર ફોટો પડાવ્યાં હતા, તેમની સામે પોલીસમાં અરજી પણ થઇ હતી હવે ફરીથી તેમને કોવિડની ગાઇડ લાઇનનો ભંગ કર્યો છે, ભાજપ નેતા કાંતિ ગામીતે પ્રસંગમાં હજારો લોકો ભેગા કરીને કોરોનાનું સંક્રમણ વધે તેવી સ્થિતી ઉભી કરી અને હવે પુનમ માડમે પણ ખંભાળિયાના નવી મોવાણ ગામમાં એક ઉદ્યોગપતિ પરિવારના લગ્ન પ્રસંગમાં ભીડમાં હાજરી આપીને માસ્ક વગર ફોટો પડાવ્યાં અને રાસ ગરબા પણ કર્યાં.

અહીં લગ્ન પ્રસંગમાં 1 ડિસેમ્બરની રાત્રે ગીતા રબારીનો કાર્યક્રમ પણ હતો, જ્યાં અનેક લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવતા જોવા મળ્યાં હતા.આ પરિવારની જાન સણખલા ગામે હેલિકોપ્ટરમાં ગઇ હતી જ્યાં પણ મોટી સંખ્યામાં લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા. 

ત્યારે કોરોનાની મહામારીમાં આવી રીતે લગ્ન યોજનાર અને તેમાં બેદરકારી પૂર્વક હાજરી આપનારા નેતાઓ સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે, નેતાઓ સામે પણ પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. કારણ કે નિયમો સામાન્ય જનતા અને નેતાઓ માટે એક જ છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch