Fri,26 April 2024,10:29 am
Print
header

રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડે 20 હજાર કરોડ રૂપિયાના એફપીઓ પાછા ખેંચી લીધા બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ મોટું નિવેદન આપ્યું છે. કહ્યું મારા માટે, મારા રોકાણકારોનું હિત સર્વોપરી છે. તેથી સંભવિત નુકસાનથી રોકાણકારોને બચાવવા માટે અમે એફપીઓ પાછો ખેંચી લીધો છે. આ નિર્ણયની અમારી હાલની કામગીરી અને ભવિષ્યની યોજનાઓ પર કોઈ અસર નહીં પડે. સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયેલા એફપીઓ બાદ તેને પાછો ખેંચવાના નિર્ણયથી અનેત તર્ક વિતર્ક થઇ રહ્યાં છે. પરંતુ બજારમાં આજની વોલેટિલિટીને જોતાં કંપની બોર્ડને લાગ્યું હતું કે, એફપીઓ સાથે આગળ વધવું યોગ્ય રહેશે નહીં. 

એકવાર બજાર સ્થિર થયા પછી અમે અમારી મૂડી અને બજારની વ્યૂહરચનાની સમીક્ષા કરીશું. અમારી કંપનીઓમાં  ઘણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી કંપનીઓ પણ છે.

અદાણીએ કહ્યું કે એક ઉદ્યોગસાહસિક તરીકેની મારી 4 દાયકાથી વધુની સફરમાં, હું તમામ હિસ્સેદારો, ખાસ કરીને રોકાણકાર સમૂદાય તરફથી જબરદસ્ત સમર્થન મેળવવા ભાગ્યશાળી રહ્યો છું. મારા માટે એ સ્વીકારવું જરૂરી છે કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે તે શ્રદ્ધા અને વિશ્વાસને કારણે છે. હું મારી બધી સફળતાનો ઋણી છું. મારા માટે મારા રોકાણકારો સર્વોપરી છે, તેથી રોકાણકારોને સંભવિત નુકસાનથી બચાવવા માટે, અમે એફપીઓ પાછો ખેંચી લીધો છે. "આ પહેલા કંપનીએ એક નિવેદનમાં જાણકારી આપી હતી કે, "બજારમાં વધ-ઘટને ધ્યાનમાં રાખીને તેણે ફોલો-ઓન પબ્લિક ઓફર (એફપીઓ) પાછી ખેંચી લીધો છે અને રોકાણકારોને પૈસા પરત કરશે.

નોંધનિય છે કે હિંડનબર્ગના નેગેટિવ રિપોર્ટને કારણે અદાણીની કંપનીઓને શેરમાં 30 ટકા સુધીનો મોટો ઘટાડો આવ્યો છે, માર્કેટમાં હાહાકાર મચી ગયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch