Sat,25 May 2024,11:09 am
Print
header

ગુજરાતમાં ચૂંટણીઓના માહોલ વચ્ચે જ IPS અધિકારીઓની બદલી અને બઢતી, આ રહ્યું લિસ્ટ

ગાંધીનગરઃ આખરે ગુજરાતમાં આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરાઇ છે, લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે રાજ્ય સરકારે આઇપીએસ અધિકારીઓના પ્રમોશન અને બદલીઓ કરી છે.

સુરતને નવા પોલીસ કમિશનર મળી ગયા છે. વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતને સુરતના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યાં છે.વડોદરાના પોલીસ કમિશનર તરીકે નરસિંહમા કોમરને મૂકવામાં આવ્યાં છે.

35 IPS અધિકારીઓની બદલી અને બઢતી

- પ્રેમવીરસિંહ બન્યાં સુરત રેન્જ IG
- અનુપમ સિંહ ગેહલોત સુરતના નવા પોલીસ કમિશનર
- જે.આર.મોથલિયાને અમદાવાદના રેન્જ IG બનાવાયા
- તરૂણ દુગ્ગલને મહેસાણાના નવા SP બનાવાયા
- ઓમ પ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્ય SP બનાવાયા
- ચિરાગ કોરડિયાને કચ્છ બોર્ડર રેન્જ IG બનાવાયા

- જી એસ મલિકને બઢતી આપીને DG બનાવાયા
- મનોજ અગ્રવાલને DGP હોમગાર્ડ બનાવાયા
- કે એલ એન રાવને DGP પ્રિઝન એંડ કરેક્શનલ એડમિન બનાવાયા
- હસમુખ પટેલને બઢતી આપીને DGP બનાવાયા
- બ્રજેશ કુમાર ઝાને ADGP બનાવાયા
- વબાંગ જામીરને ADGP તરીકે બઢતી  
- અજય ચૌધરીને ADGP તરીકે બઢતી  
- અભય ચૂડાસમાને ADGP તરીકે બઢતી  

- SG ત્રિવેદીને ADGP તરીકે બઢતી  
- નિલેશ જાઝડીયાને IG તરીકે બઢતી  
- બિપીન આહીરને IG તરીકે બઢતી અપાઈ
- શરદ સિંગલને IG તરીકે બઢતી મળી  
- પી એલ મલને IG ની બઢતી અપાઈ
- એન એન ચૌધરીને IG નું પ્રમોશન
- એજી ચૌહાણને IG તરીકે પ્રમોશન
- આર વી અસારીને IG તરીકે પ્રમોશન
- એમ એલ નિનામાને IG તરીકે બઢતી અપાઈ

- શિવમ વર્માને અમદાવાદ શહેરના ઝોન 7 ના ડેપ્યુટી કમિશનર બનાવાયા
- ગૌરવ જસાણીને આણંદના SP બનાવાયા
- ઈમ્તિયાઝ શેખને છોટા ઉદેપુરના SP બનાવાયા