Fri,26 April 2024,6:01 pm
Print
header

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ શિક્ષણ ક્ષેત્રે કરી મોટી જાહેરાત, જાણો કઇ જગ્યાઓ પર થશે ભરતી

ગાંધીનગર: શિક્ષણ ક્ષેત્રે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ મોટી જાહેરાત કરી છે. જાહેરાત પ્રમાણે નજીકના ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રે 6,616 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે રાજ્યના ઉચ્ચ શિક્ષણ તેમજ ઉચ્ચત્તર-માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે રોજગાર અવસર દ્વારા કારકિર્દી ઘડતર માટે 6,616 જેટલી નવી ભરતી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

સરકારે યુવાનોને શૈક્ષણિક ક્ષેત્રે વ્યાપક રોજગાર આપવા સાથે શિક્ષણ સુવિધાઓનો વ્યાપ વિસ્તારવાના ઉદાત્ત ભાવથી આ નવી ભરતીનો નિર્ણય કર્યો છે. રાજ્યની બિન સરકારી કોલેજોમાં કેન્દ્રીયકૃત રીતે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. કોલેજોમાં વિવિધ 44 જેટલા વિષયો માટે 927 અધ્યાપક સહાયકોની ભરતી કરવામાં આવશે. 

અધ્યાપક સહાયકોની આ ભરતી માટે તા. 20 જાન્યુઆરી, 2021 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમજ ભરતીની વધુ વિગતો www.rascheguj.in વેબસાઇટ પરથી ઉપલબ્ધ રહેશે.સાથે જ રાજ્યની બિનસરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કુલ 5,700 શિક્ષણ સહાયકોની ભરતી રાજ્ય સરકાર કરશે.

રાજ્યની બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જે 3,382 શિક્ષણ સહાયકોની ભરતી થવાની છે તેની વિગતો આપતાં કહ્યું કે, સોશિયોલોજી વિષય માટે 334, અંગ્રેજી વિષય માટે 624, એકાઉન્ટ એન્ડ કોમર્સ વિષય માટે 446, ગુજરાતી વિષય માટે 254, ઇકોનોમિકસ વિષય માટે 276 તેમજ અન્ય વિષયોના શિક્ષણ સહાયકોની ભરતી થશે. નવી બિનસરકારી અનુદાનિત ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં 3,382 અને નવી બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2,307 શિક્ષણ સહાયકોની નિમણૂંક કરવામાં આવશે. બિનસરકારી  માધ્યમિક શાળાઓમાં ગણિત-વિજ્ઞાન વિષય માટે 1,037, અંગ્રેજી વિષય માટે 442, સામાજિક વિજ્ઞાન વિષય માટે 289, ગુજરાતી વિષય માટે 234 તેમજ અન્ય વિષયો માટેની મળી કુલ 2,307 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch