Sat,27 July 2024,2:33 pm
Print
header

CBI એ CGST ના આ અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યાં- Gujarat Post News

કચ્છઃ થોડા જ દિવસોમાં સીબીઆઇએ સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ પર તવાઇ બોલાવી દીધી છે, હવે ગાંધીધામના CGST ના સુપ્રિટેન્ડેન્ટ 1 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇના હાથે ઝડપાઇ ગયા છે, ઓડિટમાં સર્કલના અધિકારી એન.એચ.મહેશ્વરીના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતુ, જેમાં તેમના ઘરેથી 6.50 લાખ રૂપિયા રોકડા અને કેટલાક વાંધાજનક દસ્તાવેજો ઝડપાયા છે, જેના પરથી સાબિત થઇ શકે છે કે તેમને અગાઉ પણ લાખો રૂપિયાની લાંચ લીધી હતી.

આરોપી અધિકારીએ ફરિયાદી પાસે 2.40 લાખ રૂપિયાની લાંચની માંગણી કરી હતી. જેમાં 1 લાખ રૂપિયા લેતા તેઓ ઝડપાઇ ગયા હતા, ફરિયાદી આયાત-નિકાસના ધંધા સાથે સંકળાયેલા છે અને ઓડિટમાં હેરાનગતિ નહીં કરવા માટે તેમની પાસે લાંચ લેવાઇ હતી. આરોપીને અમદાવાદ સીબીઆઇ કોર્ટમાં હાજર કરાયો છે.

જો તમારી પાસે પણ આવી રીતે કોઇ લાંચ માંગે છે તો તમે પણ સીબીઆઇ કે એસીબીનો સંપર્ક કરીને ન્યાય મેળવી શકો છે, છેલ્લા કેટલાક સમયથી આ વિભાગમાં અધિકારીઓનો ત્રાસ વધી ગયો છે. નોંધનિય છે કે સીબીઆઇએ થોડા દિવસ પહેલા પણ આવું જ એક ઓપરેશન સીજીએસટી વિભાગમાં પાર પાડીને બે અધિકારીઓને ઝડપી પાડ્યાં હતા. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch