Mon,09 December 2024,12:06 am
Print
header

સુરતમાં મહારાષ્ટ્રની કારમાંથી મળ્યાં 75 લાખ રૂપિયા, કોંગ્રેસની પત્રિકાઓ પણ મળી- Gujarat Post News

ઇન્કમટેક્સ વિભાગે શરૂ કરી આ કેસની તપાસ 

ભાજપના કોંગ્રેસ પર પ્રહાર, કાર પર હતી કોંગ્રેસની પ્લેટ

સુરતઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન રોકડની હેરાફેરી પકડી પાડવા ફ્લાઇંગ સ્કવોર્ડ સતત ચેકિંગ કરી રહી છે. દરમિયાન સુરતમાં મહારાષ્ટ્ર પાસિંગની કારમાંથી 75 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.MH-04-ES-9907 નંબરની ઈનોવા કારમાંથી આ રકમ મળી આવી હતી. મહિધરપુરા ખાડી પાસેથી ઇનોવાના ડ્રાઇવર સહિત બે લોકોની ધરપકડ કરાઇ છે.

કારમાં કોંગ્રેસ પ્રદેશ કમિટીનો VIP પાસે મળી આવ્યો છે. જેમાં ઇન્ચાર્જ BM સંદીપનું નામ લખેલું છે. ઈનોવા કારમાંથી રોકડ રકમ મળી આવતા રાજકારણ ગરમાયું છે. આવકવેરા વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરુ કરી છે. સુરતમાં પ્રવેશ કરતાં પહેલા ચેક પોસ્ટ અને શહેરમાં ઉભી કરાયેલી ચેક પોસ્ટ દ્વારા ગાડીઓની તપાસ કરાઇ રહી છે, ચૂંટણી સમયે રૂપિયાની હેરાફેરી રોકવા ચૂંટણી પંચ સક્રિય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch