Fri,26 April 2024,9:59 am
Print
header

અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post

ઘટનાને પગલે ફાયર વિભાગની 12 ગાડી સ્થળ પર પહોંચી

સર્વર રૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં નાસભાગ

અમદાવાદઃ પરિમલ ગાર્ડન પાસેના દેવ કોમ્પ્લેકસમાં બિલ્ડિંગના ત્રીજા માળે આગ લાગી હતી. કંપનીના સર્વર રૂમમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. ફાયર બ્રિગેડની 12 ગાડી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો છે. સર્વર રૂમમાં આગ લાગતા કોમ્પલેક્ષમાં આવેલી દુકાનો અને ઓફિસોમાં કામ કરી રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ છે.કોમ્પલેક્ષમાં આવેલી ચિલ્ડ્રન હોસ્પિટલાંથી 10 જેટલા નવજાત બાળકો તથા માતા સહિત 50થી વધુ લોકોનું રેસ્ક્યૂં કરવામાં આવ્યું છે.  

ફાયરના અધિકારીઓ અને જવાનો દ્વારા આગને કાબૂમાં લેવાઇ છે. કોમ્પ્લેક્સમાં રહેલા લોકોને રેસ્કયૂં કરવાની કામગીરી શરૂ કરાઇ હતી, 500 મીટર સુધીનો રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. રેસ્ક્યૂં કામગીરી માટે 2 લિફ્ટનો ઉપયોગ કરાઈ રહ્યો છે.  આ કોમ્પલેક્ષના બપોરના સમયે ત્રીજા માળે કંપનીના સર્વર રૂમમાં ભીષણ આગ લાગી હતી. આગ લાગેલા કોમ્પલેક્ષમાં જ ચિલ્ડ્રન હોસ્પિટલ આવેલી છે, એવામાં હાલ બાળકો અને માતાનું હોસ્પિટલમાંથી સ્નોરકેલ દ્વારા નીચે ઉતારી રેસ્ક્યૂં કરવામાં આવ્યું છે.હાલમાં કોઇ જાનહાનિના અહેવાલ નથી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch