Mon,20 May 2024,9:41 am
Print
header

Fact Check: જાપાનમાં ભયાનક સુનામીમાં તરતા જોવા મળ્યાં વાહનો અને જહાજો, જાણો આ વાઇરલ વીડિયોની સચ્ચાઇ

જાપાનઃ અહીના અનેક ભાગોમાં સોમવારે 7.4ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો હતો, જે બાદ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન જાપાનમાં આવેલા ભૂકંપને લગતા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યાં છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જાપાનમાં ભૂકંપ બાદ જોરદાર સુનામી આવી છે. આ દાવાની પુષ્ટિ કરવા માટે ઘણા યુઝર્સ X પર વીડિયો જોઇ રહ્યાં છે અને શેર કરી રહ્યાં છે. જો કે અમારી તપાસમાં આ વીડિયો હાલના સમયના નથી પરંતુ 2011ની સુનામીના સમયના હોવાનું સામે આવ્યું છે, કેટલાક લોકો દ્વારા આ આ વીડિયો શેર કરાયા છે પરંતુ તે વર્ષો જૂના છે.

એક્સ એકાઉન્ટ ડૉ.લાડલાએ ટ્વિટ કર્યું જેમાં લખ્યું હતું - સુનામીના મોજાં મધ્ય જાપાનના ઉત્તરીય કિનારે ટકરાયા છે. જાપાનના હવામાન વિભાગને ટાંકીને ડૉ.લાડલાએ એવો પણ દાવો કર્યો હતો કે મોજા લગભગ 4 ફૂટ ઊંચા હતા. X પર ડૉ.લાડલાને 18 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

એક્સ યુઝર રાજેશ સિંહને પણ 18 હજારથી વધુ લોકો ફોલો કરે છે.

પીસીએસ નામના ચકાસાયેલ X વપરાશકર્તા દ્વારા સમાન દાવો કરવામાં આવ્યો હતો. પરમ|પીસીએસએ તેના ટ્વિટમાં લખ્યું- જાપાન માટે પ્રાર્થના કરો. દાવાને ચકાસવા માટે, અમે Google Images પર વાયરલ વીડિયોના મુખ્ય ફ્રેમ્સને રિવર્સ સર્ચ કર્યા અને જાણવા મળ્યું કે આ વીડિયો જાપાનમાં 2011ની સુનામીનો છે.

ANNnewsCH એ ત્રણ વર્ષ પહેલા 17 જાન્યુઆરી, 2020 ના રોજ તેની YouTube ચેનલ પર આ વિડિયો અપલોડ કર્યો હતો. ANNnewsCH એ વીડિયોના શીર્ષકમાં લખ્યું છે કે આ વીડિયો 11 માર્ચ 2011ના રોજ જાપાનમાં સુનાવણીના સમયનો છે. વીડિયોમાં 3 મિનિટ પછી તે ક્લિપિંગ દેખાય છે જે આજકાલની હોવાનું કહેવાય છે. સ્પષ્ટ છે કે તાજેતર જે વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે તે વાસ્તવમાં વર્ષ 2011નો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch