Mon,20 May 2024,10:07 am
Print
header

Fact Check News: શું યમનમાં છોકરી પર બળાત્કાર કરવા બદલ મૃત્યુદંડ આપવામાં આવે છે ? આ છે આખું સત્ય

Fact Check News: જાહેરમાં એક વ્યક્તિને મૃત્યુદંડની સજા આપતો એક ચોંકાવનારો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ફોટો સાથેનો દાવો એવો છે કે યમનની કોર્ટે એક છોકરી પર બળાત્કાર કરનાર ગુનેગારને જાહેરમાં ગોળી મારવાની સજા ફટકારી છે. વાયરલ તસવીરમાં એક વ્યક્તિ જમીન પર ઊંધો પડેલો જોવા મળી રહ્યો છે. તેની ઉપર ઊભેલો વર્ધી પહેરેલો માણસ છે જે માથા પર રાઈફલ તાકી રહ્યો છે. ડઝનબંધ લોકો ઉભા રહીને આ ભયાનક દ્રશ્ય જોઈ રહ્યાં છે.

ફેસબુક પર આ ફોટો શેર કરતી વખતે યુઝર્સે કેપ્શનમાં લખ્યું છે કે, યમનમાં એક બાળકી સાથે બળાત્કાર થયો, ત્યાંની કોર્ટે બળાત્કારીને જાહેરમાં ગોળી મારવાનો આદેશ આપ્યો છે. જેથી ભવિષ્યમાં કોઈ દીકરીઓના સન્માનને નુકસાન ન પહોંચે." "તમે તમારો હાથ મૂકતા પહેલા 100 વાર વિચારજો !

Fact Check News: જાણો સત્ય શું છે ?

ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે આ 2009માં યમનમાં બનેલી ઘટના છે, જેમાં અપરાધ કોઈ છોકરી વિરુદ્ધ નહીં, પરંતુ 11 વર્ષના છોકરા વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. જો કે, એ વાત સાચી છે કે ગુનેગારને જાહેરમાં ગોળી મારીને સજા આપવામાં આવી હતી.

Fact Check News: સત્ય કેવી રીતે જાણ્યું ?

જ્યારે રિવર્સ ઇમેજ સર્ચની મદદથી વાયરલ પિક્ચરને સર્ચ કર્યું, ત્યારે અમને તે 'CBS ન્યૂઝ'ના આર્કાઇવ્ડ વર્ઝનમાં જોવા મળ્યું. 6 જુલાઈ 2009ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં આ ઘટનાની વિવિધ તસવીરો જોઈ શકાય છે. સમાચાર અનુસાર, યમનમાં મૃત્યુદંડની સજા મેળવનાર આ વ્યક્તિનું નામ યેહ્યા હુસૈન હતું, જે વ્યવસાયે વાળંદ હતો. તેણે એક છોકરા પર બળાત્કાર કરીને તેની હત્યા કરી હતી.

7 જુલાઈ 2009ના રોજ પ્રકાશિત થયેલો ડેઈલી મેઈલ'નો અહેવાલ મળ્યો જેમાં વાયરલ ફોટો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2008માં ઈદ-અલ-અદહાના અવસર પર હમાદી-અલ-કબાસ નામનો 11 વર્ષનો છોકરો વાળ કપાવવા માટે સલૂનમાં ગયો હતો.તે સલૂનમાં યેહ્યા હુસૈને પહેલા છોકરા પર બળાત્કાર કર્યો અને પછી તેના શરીરના બે ભાગોમાં કાપીને તેને યમનની રાજધાની સનાની બહાર દફનાવી દીધો હતો. 6 જુલાઈ, 2009ના રોજ પ્રકાશિત 'ધ સાન ડિએગો યુનિયન ટ્રિબ્યુન'ના અહેવાલ મુજબ આરોપીએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કર્યો હતો, ત્યાર બાદ કોર્ટે તેને ખુલ્લેઆમ મૃત્યુદંડની સજા સંભળાવી હતી.

આ અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આરોપીને ગોળી મારતા પહેલા તેના હાથ બાંધી દેવામાં આવ્યાં હતા અને તેને શહેરની આસપાસ લઈ જવામાં આવ્યો હતો. તેને ચાર વખત ગોળી મારી હતી. સજા પહેલા તેને નમાઝ અદા કરવાની તક આપવામાં આવી હતી. જો કે, એ વાત સાચી છે કે યમનમાં બળાત્કારના દોષિતોને વારંવાર મોતની સજા આપવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch