Fact Check: સોશિયલ મીડિયા પર રોજ કંઇકને કઇ જોરદાર વાઇરલ થઇ રહ્યું છે, જેમાં બધી વસ્તુ સાચી નથી હોતી, ઘણા ફેક ન્યૂઝથી તમને ચેતવવા માટે અમે લાવ્યાં છીએ GujaratPost Fact Check. સોશિયલ મીડિયા પર આવા જ એક ફેક ન્યૂઝ વાયરલ થઈ રહ્યાં છે, જેમાં એક ખાસ દિવ્યાંગ વ્યક્તિ ચીનના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTokના સ્થાપક હોવાનું કહેવાય છે. જ્યારે GujaratPost Fact Check તપાસ કરી તો સત્ય કંઈ બીજું જ બહાર આવ્યું.
એક વીડિયોમાં ખોટો દાવો કરવામાં આવ્યો છે કે ફૂટેજમાં દેખાડવામાં આવેલો એક ખાસ વિકલાંગ વ્યક્તિ લોકપ્રિય ચાઈનીઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ TikTokના સ્થાપક છે.
GujaratPost Fact Check ટીમે વ્યાપક તપાસ હાથ ધરી અને આ દાવાઓને રદિયો આપ્યો છે, વ્યક્તિની ઓળખ ચીની પ્રેરક વક્તા ચેન ઝોઉ તરીકે કરી છે, જે TikTok સાથે સંકળાયેલ નથી. વાયરલ વિડિયોમાં બે ક્લિપ્સ છે- એકમાં તેઓ બાળકો સાથે વાર્તાલાપ કરી રહ્યાં છે અને બીજામાં તેઓ લોકોની ભીડને સંબોધન કરે છે. જ્યારે X (અગાઉ ટ્વિટર) અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો શેર કરવામાં આવ્યો હતો, ત્યારે તેની સાથે ભ્રામક કૅપ્શન્સ આપવામાં આવ્યાં હતા, જેમ કે "TikTokના સ્થાપક અને ચેરમેન. કશું જ અશક્ય નથી..."વિડિયોની એક ફ્રેમમાં, અમે મેન્ડરિનમાં ટેક્સ્ટ જોયું, જેનો અનુવાદ આ રીતે થયો: "પ્રેરણાદાયી માસ્ટર યુવા ગાયક" અને "વિખ્યાત ચાઇનીઝ વક્તા"
આ ચાવીનો ઉપયોગ કરીને અને દાવાની પ્રામાણિકતા ચકાસવા માટે, GujaratPost Fact Check ટીમે Google પર 'TikTok ફાઉન્ડર' સંબંધિત કીવર્ડ સર્ચ શરૂ કર્યાં અને ચેન ઝોઉ વિશે એક ચાઇના ડેઇલી લેખ મળ્યો. લેખમાં ઝોઉના કેટલાક ફોટા દર્શાવવામાં આવ્યાં હતા, જેમાં તે પર્વત પર ચઢતા હતા અને તેના ખાસ લાકડાના "જૂતા" નો ઉપયોગ કરીને પુશઅપ્સ કરતા હતા. આ તે જ વ્યક્તિ હતા જેઓ વાયરલ વીડિયોમાં જોવા મળ્યાં હતા, જેઓ ચાઇનીસ વક્તા છે, ટીકટોક સાથે તેમને કોઇ સંબંધ નથી.
*Founder & Chairman of Tik-Tok. Nothing is Impossible , it's I Am Possible* */ *ఆరాటం ముందు ఆటంకం ఎంత? /సంకల్పం ముందు వైకల్యం ఎంత?*
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, કોલસાની ખાણમાં ગ્રેનેડ અને રોકેટ છોડાયા, 20 લોકોના મોત | 2024-10-11 09:51:51
ભારત માટે કેનેડાએ બદલ્યાં સૂર, તો આતંકવાદી પન્નુએ કહ્યું કે 2047 સુધીમાં ભારતને વિશ્વના નકશામાંથી ગાયબ કરી નાખીશું | 2024-10-11 09:38:50
મિલ્ટન વાવાઝોડાએ ફ્લોરિડામાં મચાવી તબાહી, 10 લોકોનાં મોત, 30 લાખથી વધુ ઘરોમાં વીજળી ગુલ | 2024-10-11 09:16:20
PM નૈતન્યાહુનો વીડિયો સંદેશ, નસરુલ્લાહનો ઉત્તરાધિકારી માર્યો ગયો, હિઝબુલ્લાહ પડી ગયું કમજોર | 2024-10-09 09:11:34
Israel Lebanon war: ઇઝરાયલ હુમલા બાદ લેબનોને ભારતને કરી અપીલ, કહ્યું- અમારી મદદ કરો | 2024-10-08 09:31:30
Fact Check: રામગીરી મહારાજની ટીકા કરતો વિરાટ કોહલીનો આ વાયરલ વીડિયો નકલી છે, તમે પણ ન કરતા શેર | 2024-09-29 10:01:23
Fact Check: ટોચના કમાન્ડરના મોત પર હિઝબુલ્લાહ ચીફ નસરુલ્લાહ રડી પડ્યાં હોવાનો દાવો ? જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2024-09-27 09:48:39
Fact Check: સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં તિરાડ પડી હોવાની વાતથી હોબાળો, આ અહેવાલ સાચા નથી- Gujarat Post | 2024-09-11 13:21:35
Fact Check: ખેડૂત નેતા રાકેશ ટિકૈતનો જૂનો વીડિયો તાજેતરનો જણાવીને કરાયો છે વાયરલ, આ છે હકીકત- Gujarat Post | 2024-09-10 10:12:33
Fact Check: બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કારણે વડોદરામાં પૂર આવ્યું હોવાનો દાવો ખોટો છે | 2024-09-05 09:46:47