Mon,20 May 2024,12:03 pm
Print
header

Fact Check News: પ્લેનની બારી પર થૂંક્યા પછી દલીલ કરતા એક મુસાફરનો આ વીડિયો સ્ક્રિપ્ટેડ છે, જાણો વધુ વિગતો

Fact Check News: એરક્રાફ્ટની અંદર બે યાત્રીઓ વચ્ચે થયેલી દલીલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોની સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેનમાં બેઠેલા એક યાત્રી બારી પર થૂંક્યો, જેના કારણે તેની બાજુમાં બેઠેલા એક વૃદ્ધ મુસાફર તેમના પર બૂમો પાડવા લાગ્યા હતા. આ પછી પ્લેનમાં હાજર એર હોસ્ટેસે બંને મુસાફરોને શાંત કર્યાં હતા. તેમજ થૂંકનાર વ્યક્તિને ટીશ્યું પેપર આપવામાં આવ્યું હતુસ અને તેને બારી સાફ કરવા વિનંતી કરી હતી.

ઘણા લોકો આ વીડિયોને તાજેતરની ઘટના તરીકે શેર કરી રહ્યાં છે અને પ્લેનની બારી પર થૂંકનારા છોકરાના વર્તનની ટીકા કરી રહ્યાં છે. આવી જ એક પોસ્ટમાં વીડિયોની અંદર લખાણ લખવામાં આવ્યું છે કે, આ પાગલ છોકરો બારી પર થૂંકે છે અને કહે છે કે તમે અહીં કેમ નથી લખ્યું કે અહીં થૂંકવા પર પ્રતિબંધિત છે !

 

Fact Check News:

ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું સત્ય

અમારી ટીમની તપાસમાં જાણવા મળ્યું કે આ કોઈ વાસ્તવિક ઘટના નથી, પરંતુ કેબિન ક્રૂને તાલીમ આપતા વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલ સ્ક્રિપ્ટેડ વીડિયો છે.

સત્ય કેવી રીતે શોધ્યું ?

વીડિયોમાં દેખાતી એર હોસ્ટેસે તેના ગળામાં આઈડી કાર્ડ પહેર્યું છે, જેની રિબન પર 'ફ્લાય હાઈ ઈન્સ્ટિટ્યૂટ' લખેલું છે. ‘ફ્લાય હાઈ ઈન્સ્ટિટ્યૂટ’ મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલી છે. સંસ્થા એવિએશન, હોસ્પિટાલિટી અને ટ્રાવેલ એન્ડ ટુરીઝમ મેનેજમેન્ટના કોર્સ ઓફર કરે છે.

વાયરલ વીડિયો આ સંસ્થાના ઈન્સ્ટાગ્રામ પેજ પર 24 ડિસેમ્બર, 2023ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. વીડિયોની સાથેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે જ્યારે પ્લેનમાં પેસેન્જર્સ વચ્ચે ઝઘડો થાય છે ત્યારે કેબિન ક્રૂએ કેવી રીતે મામલો શાંત પાડવો જોઈએ. સાથે જ આ વીડિયોનો બીજો ભાગ પણ પોસ્ટ કરવામાં આવ્યો છે,જેમાં વાયરલ વીડિયોનો છોકરો પ્લેનની બારી તરફ થૂંકતો જોઈ શકાય છે.

Fact Check News:

આ સંસ્થાના પેજ પર અમને આવા ઘણા વધુ વીડિયો મળ્યાં છે, જેમાં પ્લેનમાં હાજર યાત્રીઓ વચ્ચે અલગ-અલગ મુદ્દાઓ પર વિવાદો જોવા મળે છે. ઉપરાંત, ઘણી પોસ્ટમાં સ્પષ્ટ ડિસ્ક્લેમર આપવામાં આવ્યું છે કે વીડિયો સ્ક્રિપ્ટેડ છે.

ફ્લાય હાઈ ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓને કેબિન ક્રૂની તાલીમ આપવા માટે ઘણી વખત આવા ડેમોનું આયોજન કરતા હોય છે. આ એક સ્ક્રિપ્ટેડ વિડિયો છે જે મૉક ફ્લાઇટમાં શૂટ કરવામાં આવ્યો હતો. તેમાં જે છોકરો હાજર છે તે સૂરજ નામનો વિદ્યાર્થી છે અને તેની સાથે અભિનય કરનાર વ્યક્તિ સંસ્થાના શિક્ષક છે.

ઇન્સ્ટિટ્યૂટના પેજ પર વાયરલ થયેલા વીડિયોમાં જે વૃદ્ધ વ્યક્તિ છે તેમનું નામ ડૉ. એના ભટ્ટાચાર્ય છે અને તેઓ લગભગ ત્રીસ વર્ષથી ટ્રાવેલ એન્ડ ટુરીઝમ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch