Mon,20 May 2024,11:35 am
Print
header

Fact Check: ક્રેન દ્વારા મેકડોનાલ્ડ્સના સ્ટોરને તોડી પાડવાના આ વીડિયોને કતાર સાથે કોઈ લેવાદેવા નથી, જાણો તેની સચ્ચાઇ શું છે ?

Fact Check News: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ પેલેસ્ટાઇન સમર્થક દેશોએ અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.  જેમાંથી એક કંપની મેકડોનાલ્ડ્સ છે, જેની ઈઝરાયેલની ફ્રેન્ચાઈઝીએ હજારો ઈઝરાયેલ સૈનિકોને મફત ભોજન આપવાનું વચન આપ્યું હતું. આ પછી ઘણા દેશોમાં ફૂડ ચેઇન કંપની મેકડોનાલ્ડ્સનો બહિષ્કાર શરૂ થયો હતો.

હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે,  જેમાં એક ક્રેન મેકડોનાલ્ડ્સનું બોર્ડ તોડતી જોઈ શકાય છે. લોકો હવે આ વીડિયો શેર કરીને કહી રહ્યાં છે કે આ અરબ દેશ કતારનો વીડિયો છે.

આ વીડિયો શેર કરતાં સોશિયલ મીડિયા X પર એક યુઝરે લખ્યું, કતારે તમામ મેકડોનાલ્ડ્સ બંધ કરવાનો નિર્ણય લીધો છે. 

પરંતુ અમારા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે ન તો આ વીડિયો કતારનો છે અને ન તો કતાર સરકારે મેકડોનાલ્ડ્સને બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ વીડિયો ખોટો છે અને તે સોશિયલ મીડિયામાં વાઇરલ કરાઇ રહ્યો છે.

જાણો સત્ય શું છે ?

28 ઑક્ટોબર 2018ના રોજ સિમ્પસન ડર્ટ કન્સ્ટ્રક્શન નામની ચૅનલ પર YouTube પર અપલોડ કરાયેલો આ વીડિયો મળ્યો હતો.આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી અનુસાર આ વીડિયો પ્રેટ શહેરમાં સ્થિત એક મેકડોનાલ્ડ્સ સ્ટોરને તોડી પાડવાનો છે. પ્રેટ શહેર અમેરિકાના કેન્સાસ રાજ્યમાં આવેલું છે.

સિમ્પસન ડર્ટ કન્સ્ટ્રક્શન” યુટ્યુબ ચેનલ પર બાંધકામ સંબંધિત ઘણા વધુ વીડિયો જોઈ શકાય છે.આ કંપની વિશે વધુ માહિતી એકઠી કરવા માટે તેમની વેબસાઈટ પર સર્ચ કર્યું, જેમાં જાણવા મળ્યું કે આ કંપની અમેરિકાના પ્રેટ શહેરમાં આવેલી છે, જેનું મુખ્ય કામ જૂની ઈમારતોને તોડી પાડવાનું, સફાઈ કરવાનું અને કાટમાળને હટાવવાનું છે.

કતારમાં મેકડોનાલ્ડ્સ પર કથિત પ્રતિબંધ વિશે સત્ય જાણવા માટે ગુગલ પર સર્ચ કર્યું, પરંતુ આવા કોઈ સમાચાર મળ્યાં નહીં. જો આ ખરેખર આ વીડિયો સત્ય હોત તો મીડિયામાં તેની ચર્ચા થઈ હોત અને તેના પર સમાચાર પ્રકાશિત થયા હોત. તેનાથી સાબિત થાય છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા દાવા સાચા નથી.

અમેરિકામાં એક મેકડોનાલ્ડ્સને તોડી પાડતી ક્રેનનો પાંચ વર્ષ જૂનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં કતાર મેકડોનાલ્ડ્સ પર પ્રતિબંધ લગાવવાના ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. પરંતુ અમારા ફેક્ટ ચેકમાં આ વીડિયો જૂનો અને અન્ય દેશનો હોવાનું સામે આવ્યું છે. જેથી લોકોએ પણ આવા ખોટા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવા જોઇએ નહીં.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch