Mon,20 May 2024,11:22 am
Print
header

Fact Check News: PM મોદી 2024 લોકસભા ચૂંટણી પહેલા દરેકને મોબાઇલમાં ફ્રી રિચાર્જ આપી રહ્યાંનો દાવો, જાણો વાયરલ દાવાની સત્યતા

આ પોસ્ટમાં ફ્રી રિચાર્જનો દાવો કરવામાં આવ્યો છે

Fact Check News: ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને સુવિધાઓ તો મળી છે પણ નુકસાન પણ વધી રહ્યું છે. ફેક ન્યૂઝ, છેતરપિંડી અને અન્ય ઘણી સમસ્યાઓ સોશિયલ મીડિયાની સુવિધા સાથે જ આવી છે, ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સામાન્ય માણસથી લઈને દેશના વડાપ્રધાન સુધી દરેક વિશે ખોટી અફવા ફેલાવે છે. આ સમસ્યાઓ વિશે તમને ચેતવણી આપવા માટે, અમે GujaratPost Fact Check લઈને આવ્યાં છીએ. ફેક્ટ ચેકમાં વાયરલ સમાચારો સામે આવ્યાં છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી દ્વારા તમામ ભારતીયોને મોબાઇલમાં ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું છે.

Fact Check News: જાણો શું કર્યો છે દાવો ?

છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી તમામ યુઝર્સને ફ્રી રિચાર્જ આપી રહ્યાં છે. બંટીદાસ નામના યુઝરે સોશિયલ મીડિયા પર લખ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમામ ભારતીય યુઝર્સને ₹239નું 28 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહ્યાં છે, જેથી કરીને વધુમાં વધુ મતદારો 2024ની ચૂંટણીમાં ફરીથી ભાજપને જ મત આપી શકે, મેં આ સાથે મારું 28 દિવસનું ફ્રી રિચાર્જ પણ કરાવ્યું છે, તમે પણ નીચે આપેલી લિંક પર ક્લિક કરીને 28 દિવસનું ફ્રી રિચાર્જ મેળવી શકો છો (છેલ્લી તારીખ- 16 નવેમ્બર 2023)".

Fact Check News: અમે ફેક્ટ ચેકમાં આ દાવાની વિસ્તૃત તપાસ કરી

આ માહિતી સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી હોવાથી અમે આ મુદ્દાની તપાસ કરવાનું નક્કી કર્યું. સૌથી પહેલા અમે ગુગલ સર્ચની મદદથી કેસ સાથે જોડાયેલા સમાચારો સર્ચ કર્યા. જો કે, પીએમ મોદી દ્વારા આવી કોઈ જાહેરાત વિશે અમને ક્યાંય સમાચાર મળ્યાં નહીં, આ પછી અમે વધુ માહિતી માટે ભાજપ, પીએમ મોદીની સોશિયલ મીડિયા પ્રોફાઇલ અને ભારતીય જનતા પાર્ટીની સત્તાવાર વેબસાઇટ પર ગયા. જો કે, અમને અહીં પણ ફ્રી રિચાર્જ સંબંધિત કોઈ સમાચાર મળ્યાં જ નહીં.

Fact Check News: ફેક્ટ ચેકમાં આવી ગઇ સાચી વાત સામે  

જ્યારે અમને ફ્રી રિચાર્જ વિશેના સમાચાર ક્યાંય ન મળ્યા, ત્યારે અમે સોશિયલ મીડિયા પર તેનાથી સંબંધિત કેટલાક કીવર્ડ્સ સર્ચ કર્યાં. અમને ફ્રી રિચાર્જની બીજી વાયરલ પોસ્ટ મળી. શિવાની નામના યુઝરે આવી જ પોસ્ટ કરી હતી,પરંતુ તેમાં રિચાર્જની છેલ્લી તારીખ 5 નવેમ્બર લખવામાં આવી હતી. અમને ખબર પડી કે આ એક કૌભાંડ છે. વધુ શોધ કરવા પર અમને PIB દ્વારા ઑક્ટોબર મહિનાની એક પોસ્ટ પણ મળી જેમાં PM એ કોઈપણ મફત રિચાર્જનું ખંડન કર્યું હોવાની વાત મળી.

Fact Check News: ફેક્ટ ચેકમાં શું મળ્યું ?

ગુજરાતપોસ્ટ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા ફેક્ટ ચેકમાં જાણવા મળ્યું કે પીએમ મોદી દ્વારા કોઈ ફ્રી રિચાર્જ આપવામાં આવી રહ્યું નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા તદ્દન ખોટા છે. યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે આવી કોઈપણ પોસ્ટ પર આપવામાં આવેલી લિંક પર ક્લિક ન કરતા નહીં તો તમારું મોટું નુકસાન થઇ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch