Mon,20 May 2024,1:27 pm
Print
header

Fact Check News: ઉદ્યોગપતિ રતન ટાટાએ રાશિદ ખાનને રૂ.10 કરોડ આપવાની જાહેરાત કરી હોવાની વાત અફવા છે

Fact Check: બિઝનેસમેન અને દેશપ્રેમી રતન ટાટાએ રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હોવાનું સોશિયલ મીડિયામાં વાઇરલ થયું, સોશિયલ મીડિયા પર દરરોજ આ રીતના અસંખ્ય સમાચારો સામે આવે છે, જેનો સત્ય સાથે કોઈ સંબંધ નથી. સોશિયલ મીડિયાના જમાનામાં સામાન્ય માણસથી લઈને મોટા રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ સુધી દરેક ફેક ન્યૂઝનો શિકાર બને છે. આવા ખોટા સમાચારોથી તમને બચાવવા માટે અમે લાવ્યાં છીએ GujaratPost Fact Check. ફેક ન્યૂઝનો તાજો મામલો દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટા સાથે સંબંધિત છે. ઘણા દિવસોથી એવા સમાચાર વાયરલ થઈ રહ્યાં છે કે રતન ટાટાએ અફઘાન ક્રિકેટર રાશિદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. જો કે હવે આ દાવાનો પર્દાફાશ થયો છે.

Fact Check News: જાણો શું છે સમગ્ર મામલો ?

ભારતમાં વન ડે ક્રિકેટ વર્લ્ડકપનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ઘણા ફેક ન્યૂઝ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. તાજેતરમાં અફઘાનિસ્તાનની ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી હતી. જીત બાદ અફઘાન ખેલાડી રાશિદ ખાને ટીમ સાથે જોરદાર ઉજવણી કરી હતી. હવે અફવા ફેલાવવામાં આવી રહી છે કે આ ઉજવણીના કારણે ICCએ રાશિદ પર દંડ ફટકાર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દંડ બાદ ઉદ્યોગપતિ રતન ટાટા રાશિદ ખાનની મદદ માટે આગળ આવ્યાં છે.

Fact Check News: દાવો શું છે ?

રતન ટાટા દ્વારા રાશિદ ખાનને આપવામાં આવી રહેલી મદદ અંગે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અગ્રવાલ નિશા નામના યુઝરે લખ્યું છે- "પાકિસ્તાન સામેની મેચ જીત્યા બાદ ભારતીય ધ્વજ લઈને ફરવા બદલ ICCએ રાશિદ ખાનને 55 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો, રતન ટાટાજીએ કહ્યું કે ભારતના ધ્વજનું સન્માન કરવું જોઈએ. હા, જો મારે આ માટે રૂ. 55 લાખ અથવા તો રૂ. 10 કરોડ ચૂકવવા પડશે, તો હું આપીશ, રાશિદ ખાન, મજબૂત રહો.

Fact Check News: ગુજરાતપોસ્ટ ન્યૂઝે કરી તપાસ  

સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકો આ દાવાઓ શેર કરી રહ્યાં હોવાથી અમે તેની તપાસ કરવાનું નક્કી કર્યું. સૌ પ્રથમ, અમે ગુગલ સર્ચ પર ગયા અને અફઘાનિસ્તાનના ક્રિકેટર રાશિદ ખાન પર લગાવવામાં આવેલા દંડના દાવાની તપાસ કરી. અમને ક્યાંય એવા કોઈ સમાચાર મળ્યાં નથી કે જ્યાં તાજેતરમાં આઈસીસી દ્વારા રાશિદ ખાનને 55 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હોય, હવે અમે દંડના સમાચાર તપાસવા માટે ICCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લીધી. જો કે, અમને અહીં પણ કોઇ આવા સમાચાર મળ્યાં નથી.

Fact Check News: રતન ટાટાએ આ દાવાને ખોટો ગણાવ્યો

રાશિદ ખાનને 10 કરોડ રૂપિયાની મદદ કરવાના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં હતા. આ દાવો રતન ટાટા સુધી પહોંચ્યો તો તેમને પોતે આ વાત ખોટી ગણાવી, રતન ટાટાએ કહ્યું ક્રિકેટ સાથે મારો કોઈ ખાસ સંબંધ નથી.

Fact Check News: ફેક્ટ ચેકમાં શું મળ્યું?

અમારા ફેક્ટ ચેકમાં સ્પષ્ટપણે સાબિત થયું કે ઉદ્યોગપતિ રતન ટાટાએ રાશિદ ખાનને કોઈ આર્થિક મદદ કરી નથી. રાશિદ પર ICC દંડના કોઈ પુરાવા મળ્યાં નથી. અગ્રવાલ નિશા નામના યુઝર્સ દ્વારા કરવામાં આવેલા દાવા ખોટા છે. લોકોને એવી કોઈપણ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch