Mon,20 May 2024,2:34 pm
Print
header

Fact Check News:પંડિતે મંદિરમાં દર્શન કરવા મામલે દલિત મહિલાને માર માર્યો હોવાનો દાવો, આ કોરોના ગાઇડ લાઇન વખતનો છે કેસ

Fact Check: આજકાલ સોશિયલ મીડિયા પર જૂના વીડિયો શેર કરવાનો ટ્રેન્ડ ઘણો વધારે જોવા મળી રહ્યો છે. પછી ભલે તે ગેરમાર્ગે દોરતી માહિતી ફેલાવવાની હોય. ક્યારેક બીજી જગ્યાનો વીડિયો ગમે તેમ કરીને વાઇરલ કરાય છે.તો કોઈ દિવસ પોતાના પ્રમાણે જૂનો વીડિયો વાયરલ કરવામાં આવે છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમાં પૂજારી મંદિરમાં મહિલાને માર મારતા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહિલાને દલિત હોવાને કારણે પૂજારી દ્વારા માર મારવામાં આવ્યો હતો. એમાં કેટલું સત્ય છે?

Fact Check News: શું કરાઇ રહ્યો છે દાવો?

ટ્વિટર (જે હવે એક્સ બની ગયું છે) પર અમન સિંહ(@amansxcodes) નામના યુઝરે એક વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે લખ્યું હતું કે, હિન્દુ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરનારી એક મહિલાને મુખ્ય પુજારીએ નિર્દયતાથી માર માર્યો હતો. તેમાં, તે પૂછે છે કે શું તે એક સ્ત્રી હતી કે પછી તે નીચી જાતિની સ્ત્રી હતી. ગરીબ હિન્દુઓને હિન્દુ મંદિરોમાંથી એક અલગ પ્રકારનો પ્રસાદ મળે છે. આ જ વીડિયો મયંક નામના યુઝરે અપલોડ કર્યો છે અને તે લખે છે, "આવો દેશ મારો છે! એક મહિલાએ હિન્દુ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો. આરોપ છે કે દલિત મહિલા હોવાને કારણે મુખ્ય પૂજારી દ્વારા તેને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. મને ખબર નથી કે વીડિયો ક્યારે અને ક્યાંનો છે. તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. "

Fact Check News: આ દાવામાં કેટલી સચ્ચાઇ છે ?

જ્યારે અમને આ વીડિયો વિશે ખબર પડી તો અમે સૌથી પહેલા ગુગલ રિવર્સ ઈમેજમાં આ વીડિયોનો સ્ક્રીનશોટ સર્ચ કર્યો. જ્યાં અમને દૈનિક ભાસ્કરમાં હેડિંગ સાથે દરભંગામાં શ્માયા માઈના મંદિરમાં મહિલાને માર માર્યો, મહિલાએ કહ્યું- દેવી મારા પર આવે છે, મંદિરનો દરવાજો ખોલો.સમાચાર વાંચ્યા તો ખબર પડી કે પહેલા પૂજારી અને મહિલા વચ્ચે વિવાદ થયો હતો અને પછી મારામારી થઈ હતી. દલિત હોવાને કારણે મંદિરમાં જવા પર પ્રતિબંધની વાત ખોટી છે.બે વર્ષ પહેલા જ્યારે આ વીડિયો વાયરલ થયો હતો ત્યારે મંદિર પ્રશાસને પૂજારી સામે કાર્યવાહી કરીને તેને કામ પરથી હટાવી દીધો હતો.

જ્યારે અમે ગુગલ પર 'દરભંગા પુજારીએ મહિલાને માર મરાયો કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું, ત્યારે અમને 7 ઓગસ્ટ 2021 ના રોજ ઘણી નકલો અપલોડ કરવામાં આવી હતી. એટલે કે આ વીડિયો બે વર્ષ જૂનો છે. હિન્દુસ્તાનમાં છપાયેલા સમાચાર અનુસાર કોરોના ગાઈડલાઈનના કારણે પૂજારીએ મહિલાને મંદિરમાં જતા રોકી હતી. એકંદરે આ વીડિયો જે કેપ્શન સાથે શેર કરવામાં આવી રહ્યો છે તે ગેરમાર્ગે દોરનારો છે. પૂજારીએ મહિલાને ચોક્કસપણે માર માર્યો છે, પરંતુ તે દલિત અને નીચલી જાતિની છે એટલા માટે નથી. પૂજારી અને મહિલા વચ્ચે પહેલાથી જ કોઇ વિવાદ હતો. પૂજારી સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. જેથી આ વીડિયો ગેરમાર્ગે દોરનારો છે. તેને જાતિ વચ્ચેના ઘર્ષણ સાથે જોડવો અયોગ્ય છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch