Mon,20 May 2024,10:46 am
Print
header

Fact Check News: રતન ટાટાએ સેનાને નથી આપી બુલેટપ્રૂફ બસો, આ ભ્રામક દાવો સોશિયલ મીડિયા પર વાયરલ

Fact Check News: સોશિયલ મીડિયા પર દરરોજ આવી અનેક પોસ્ટ અને સમાચાર વાયરલ થાય છે જેને સત્ય સાથે કોઈ લેવાદેવા નથી. સામાન્ય લોકો સરળતાથી ભ્રામક સમાચારોનો શિકાર બને છે અને આ ફેક ન્યૂઝ ફેલાવતા રહે છે. ફેક ન્યૂઝનો આ મામલો દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટા સાથે સંબંધિત છે. સોશિયલ મીડિયા પર એક બસની તસવીર વાયરલ થઈ રહી છે, તેના પર દાવો કરવામાં આવી રહ્યો છે કે રતન ટાટાએ ભારતીય સેનાને બુલેટ પ્રૂફ અને બોમ્બ પ્રૂફ બસ આપી છે. જો કે હકીકતની તપાસ થતા આ દાવો ખોટો સાબિત થયો છે.

સોશિયલ મીડિયા પર રતન ટાટાની તસવીર ઉમેરીને એક બસ વાયરલ કરવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે રતન ટાટાએ આ બસ સેનાને આપી છે. ફેસબુક પર આ તસવીર શેર કરતી વખતે રવિ કુમાર નામના યુઝરે લખ્યું- તાજેતરમાં રતન ટાટા મોટર્સે ભારતીય સેનાને બુલેટ પ્રૂફ, બોમ્બ પ્રૂફ બસો આપી છે. સમાજવાદી યૂથ નામની પ્રોફાઇલમાંથી આ જ તસવીર શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે રતન ટાટાએ ભારતીય સેનાને બુલેટ પ્રૂફ અને બોમ્બ પ્રૂફ બસો આપી છે.

જાણો સત્ય શું છે ?

આજકાલ સોશિયલ મીડિયા પર રતન ટાટાના નામે ઘણી બધી ભ્રામક વાતો શેર કરવામાં આવે છે. રતન ટાટા પણ ઘણી વખત આવી વાતોને નકારી ચૂક્યાં છે. તેથી અમે આ વાયરલ દાવાની તપાસ કરી.જ્યારે ગુગલ ઓપન સર્ચની મદદથી આ બાબતને સર્ચ કર્યું તો ક્યાંય ટાટા દ્વારા આ વાયરલ બસ જેવું કોઈ વાહન સૈન્યને આપવાના સમાચાર જોવા મળ્યાં ન હતા.ટાટા અને ભારતીય સેનાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પણ તપાસી. અહીં ટાટા દ્વારા સેનાને આપવામાં આવેલા અન્ય ઘણા મહત્વપૂર્ણ વાહનોનો ઉલ્લેખ હતો, પરંતુ વાયરલ બસનો ઉલ્લેખ નથી.

આ પછી ગુગલ રિવર્સ ઇમેજની મદદ લીધી અને વાયરલ તસવીરને સર્ચ કરી. જેમાં CRPF દ્વારા વર્ષ 2017માં કરવામાં આવેલું એક ટ્વીટ મળ્યું હતુ, જેમાં એક સમાન બસ બતાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે આ બસ મિધાની દ્વારા CRPFને સોંપવામાં આવી છે. આમ કરવાથી એ સ્પષ્ટ થઈ ગયું કે આ બસ ટાટા દ્વારા સેનાને આપવામાં આવી નથી. આ માત્ર ફેક ન્યૂઝ છે.

અમારી પડતાલમાં જાણવા મળ્યું કે ટાટા ગ્રુપ દ્વારા સેનાને ઘણી આધુનિક વસ્તુઓ આપવામાં આવી છે. જો કે, જે બસની તસવીર શેર કરવામાં આવી રહી છે તે મિધાની નામની કંપની દ્વારા CRPFને આપવામાં આવી હતી. યુઝર્સ દ્વારા કરવામાં આવી રહેલા દાવા ભ્રામક સાબિત થયા છે. લોકોને આ પોસ્ટથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch