Mon,20 May 2024,2:34 pm
Print
header

Fact Check News: CJIનું આ નિવેદન વાયરલ થઈ રહ્યું છે, બંધારણ-લોકશાહી બચાવવા લોકોને રસ્તા પર ઉતરવાની આ અપીલ ખોટી છે

Fack Check: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડના નામે એક નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે, જેમાં તેમને ભારતના બંધારણ અને લોકશાહીને બચાવવા લોકોને રસ્તા પર ઉતરવાની અપીલ કરતા ટાંકવામાં આવી રહ્યાં છે. એથલીટ વિજેન્દર સિંહે પણ પોતાના ઓફિશિયલ ફેસબુક પ્રોફાઈલ પરથી આ વાયરલ ગ્રાફિક્સ શેર કર્યાં છે.

Gujaratpost એ તેની તપાસમાં આ દાવો ખોટો અને બનાવટી હોવાનું સાબિત કર્યું છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે ન તો કોઈ સુનાવણી દરમિયાન આવું નિવેદન આપ્યું છે અને ન તો કોઈ ફંક્શન કે કાર્યક્રમ દરમિયાન આવી કોઈ ટિપ્પણી કરી છે. ભારતીય ન્યાયિક પ્રણાલીમાં CJI દ્વારા આવા કોઇ નિવેદન નથી અપાયા.

વાયરલ ગ્રાફિક્સમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને ટાંકતા નિવેદન વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખ્યું છે કે, "અમે ભારતના બંધારણ અને લોકતંત્રને બચાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યાં છીએ, પરંતુ તમારા બધાનો સહકાર જરૂરી છે. તેનો અર્થ પણ ઘણો થાય છે. બધા લોકોએ એક થઈને રસ્તા પર આવીને સરકાર પાસે પોતાનો હક માંગવો જોઈએ. આ તાનાશાહી સરકાર તમને ડરાવી દેશે, ધમકાવશે, પણ તમારે ડરવાની જરૂર નથી. હિંમત રાખો અને સરકાર પાસે હિસાબ માગો, હું તમારી
સાથે છું.

અમારી તપાસમાં આ સમાચાર ફેક નીકળ્યાં

એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર CJIના નામ પર તેમની તસવીરની સાથે ફેક સ્ટેટમેન્ટ શેર કરવામાં આવી રહ્યું હોવાના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટના PRO ઓફિસ તરફથી એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું, જેમાં તેનું ખંડન કરવામાં આવ્યું હતું. પીઆરઓએ કહ્યું, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા ન તો આવું કોઈ નિવેદન જારી કરવામાં આવ્યું છે, ન તો તેમણે આવી કોઈ પોસ્ટને મંજૂરી આપી છે. આ મામલે યોગ્ય કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાતપોસ્ટ ફેક્ટ ચેકની ટીમની તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય બંધારણ અને ભારતીય લોકશાહીને બચાવવા લોકોને રસ્તા પર ઉતરવાની અપીલના દાવા સાથે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને કોઇ સંબંધ નથી, તેમના નામે વાયરલ થઈ રહેલું નિવેદન બનાવટી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આ પ્રકારનું કોઈ નિવેદન ન તો કોઈ કેસની સુનાવણી દરમિયાન કે ન તો કોઈ કાર્યક્રમ દરમિયાન આપવામાં આવ્યું છે. તમારે પણ આવા ખોટા ન્યૂઝથી દુર રહેવું જોઇએ અને આવી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરવાથી બચવું જોઇએ.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch