Thu,12 June 2025,5:23 pm
Print
header

માસૂમ નૈન્સીનું મોત....વડોદરામાં ઘર આંગણે રમતી ચાર વર્ષીય બાળકી પર ડોર ટુ ડોર કચરાની ગાડી ફરી વળી- Gujarat Post

  • Published By
  • 2023-08-07 16:56:15
  • /

વડોદરાઃ શહેરના વીઆઈપી રોડ ખાતે જલારામ નગરમાં ઘર આંગણે રમતી ચાર વર્ષની બાળકી ઉપર ડોર ટુ ડોર કચરાની ગાડી ફરી વળતાં તે બાળકી ગંભીર રીતે ઘવાઈ હતી. જે બાદ તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકીનું હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન મોત થતાં ફરિયાદને આધારે પોલીસે ટેમ્પો નંબરના આધારે ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

મૂળ યુપીના રહેવાસી અને હાલમાં વીઆઈપી રોડ જલારામ નગર ખાતે રહેતા બ્રિજેશ કુમાર કુશવાહ શાકભાજીની લારી થકી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની ચાર વર્ષની બાળકી પુત્રી નૈન્સી ઘર આંગણે રમી રહી હતી. તે સમયે ડોર ટુ ડોરની ગાડી તેની ઉપર ફરી વળી હતી. ચાલક અકસ્માત સર્જીને સ્થળ પર વાહન મૂકી નાસી છૂટ્યો હતો. બાળકીને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રીફર કરવા જણાવ્યું હતું. જેથી બાળકીને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેને દમ તોડી નાખ્યો હતો. વ્હાલસોયીના મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch