Fri,26 April 2024,9:16 am
Print
header

બાયડઃ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતમાં ડૉક્ટર દંપતિ આગમાં ભડથું, દહેગામ રોડ પર બની દુર્ઘટના

દહેગામઃ લિહોડા નજીક મારૂતિ ક્રેટા કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. કારમાં આગ લાગતા બાયડનું ડૉક્ટર દંપતિ તેમાં બળી ગયું છે બાયડ-ચોઇલા રોડ પર આવેલા વાત્સલ્ય હોસ્પિટલના ગાયનેક ડો. મયુર શાહ અને તેમના પત્ની ડો. પ્રેરણા શાહ તેમના પુત્રીના ઘરે ગયા હતા. જ્યાંથી પરત ફરતી વખતે ટ્રક સાથે તેમની કારનો અકસ્માત સર્જાયો હતો. ડૉ. મયુર શાહ અને તેમની પત્નીનું આગમાં મોત નિપજ્યું છે. લિહોડા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ કાર અચાનક સળગી ગઈ હતી. આગની કરુણ દુર્ઘટના બાદ બાયડ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ દુર્ઘટના સર્જાતા જ રસ્તા પર લોકોના ટોળેટોળાં વળી ગયા હતાં. રસ્તા પર આવતા જતા વાહનોના ટાયર  થંભી ગયા હતાં. ફાયરની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. પરંતુ કારની અંદર સવાર ડૉક્ટર દંપતિ કારમાં જ ભડથું થઇ ગયા હતાં. કારના દરવાજા ખૂલી શક્યા ન હોવાથી દંપતીનું કારમાં જ મોત થઈ ગયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. આ સમગ્ર ઘટના મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનિય છે કે આ ડોક્ટર દંપત્તિ વર્ષોથી બાયડમાં હોસ્પિટલ ધરાવે છે, બાયડ અને તેની આસપાસના અનેક ગામડાઓમાંથી દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા હતા, ત્યારે ડોક્ટર દંપતિના નિધનથી સ્થાનિકોમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch