Fri,26 April 2024,10:27 am
Print
header

તબાહી મચાવી રહ્યું છે યાસ (YAAS), વાવાઝોડાના તાંડવના Video

કોલકાતા: વાવાઝોડા યાસની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે એન્ટ્રી થઇ છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જોરદાર વરસાદ સાથે પવન ફૂંકાઇ રહ્યો છે. વાવાઝોડુ યાસ ભીષણ તોફાનમાં ફેરવાયું છે. જેને કારણે ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે જેને લઈને બંને રાજ્યો માટે 'રેડ કોડેડ' ચેતવણી બહાર પાડવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં ભીષણ વાવાઝોડા યાસનું તાંડવ જોવા મળી રહ્યું છે પૂર્વ મેદિનીપુરના દીઘામાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રની લહેરો ઉંચી ઉછળી રહી છે. 

ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરામાં રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણીથી પૂર આવી ગયું છે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં દરિયાનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. હાઈટાઈડને કારણે આવી સ્થિતી ઉભી થઇ છે અહીં એક વ્યક્તિનું મોત થયું છે. હવામાન ખાતાના જણાવ્યાં મુજબ ચક્રવાતી તોફાન યાસની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. 

પ.બંગાળમાં વાવાઝોડા યાસના કારણે ઉત્તર પરગણા જિલ્લાના હાલિશહેરમાં 40 મકાનો ધારાશાઇ થઇ ગયા છે. હુગલી જિલ્લાના પાંડુઆમાં કરન્ટ લાગવાથી 2 લોકોએ જીવ ગુમાવ્યાં છે. દોઢ લાખ લોકોને  પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યાં છે. રિલિફ કેમ્પ સુધી સતત લોકોને પહોંચાડવામાં આવી રહ્યાં છે. ભદ્રકમાં એનડીઆરએફએ તૈનાત છે લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. પશ્ચિમ બંગાળમાં કુલ 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પમાં પહોંચાડવામાં આવ્યાં છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch