Fri,26 April 2024,1:30 pm
Print
header

ક્યૂબાની રાજધાની હવાનાની ફાઇવ સ્ટાર હોટેલમાં જોરદાર બ્લાસ્ટ, 22 લોકોનાં મોત - Gujarat Post

હવાનાઃ ક્યૂબાની રાજધાની હવાનાની ફાઇવ સ્ટાર હોટલમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 22 લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે 74 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટનું કારણ ગેસ લીક ​​હોવાનું કહેવાય છે. રાજધાની હવાનાની લક્ઝરી હોટેલ સારાટોગામાં 96 રૂમ છે, આ દુર્ઘટના બાદ રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું કે આ કોઈ હુમલો નથી કે આ કોઈ પ્રકારનો બોમ્બ બ્લાસ્ટ નથી. ગેસ લીકથી આ દુર્ઘટના બની છે. જે ઘણી દુઃખદ છે. 

સ્થાનિક મીડિયા અનુસાર વિસ્ફોટને કારણે નજીકની ઈમારતો ઘણી પ્રભાવિત થઈ છે. તેથી અહીં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. વિસ્ફોટ એક ટ્રકને કારણે થયો હતો જેમાંથી હોટલને ગેસ સપ્લાય કરાતો હતો. બ્લાસ્ટને કારણે હોટલમાં ચારે તરફ ધુમાડો ફેલાઈ ગયો હતો. અને લોકો રસ્તા પર દોડી આવ્યાં હતા. 

ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું કે અમે હજુ પણ કાટમાળ હેઠળ લોકોની શોધ કરી રહ્યાં છીએ. હોટલ પાસેની 300 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી સ્કૂલને ખાલી કરાવવામાં આવી છે. આ દુર્ઘટનામાં 5 વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ છે.વિસ્ફોટ થયેલા વિસ્તારને પોલીસે કોર્ડન કરી લીધો છે. હોટેલનું સંચાલન ક્યૂબાની સૈન્ય ટુરિઝમ બિઝનેસ શાખા ગ્રૂપ ડી તુરિસ્મો ગેવિઓટા એસએ દ્વારા કરાય છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch