Fri,26 April 2024,1:49 pm
Print
header

લખનઉમાં સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે ન મળી જગ્યા, પ્લાસ્ટિકના શેડ નીચે આપી મુખાગ્નિ અને પછી..

લખનઉઃ ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર ભલે રાજ્યમાં કોરોનાથી સ્થિતિ કાબૂમાં હોવાની વાત કરતી હોય પરંતુ અહીં સ્થિતિ કઈંક અલગ જ છે. દેશના અન્ય રાજ્યોની જેમ યુપીમાં કોરોનાથી હાલત કથળી રહી છે. જેને પરિણામે ગુજરાતના સુરતની જેમ હવે અહીંયા સ્મશાનોમાં પણ અંતિમ સંસ્કાર માટે લાઈનો લાગી રહી છે.

લખનઉના ભૈસા કુંડ સ્મશાનમાં એક પરિવાર તેમના સ્વજનનું શબ લઈને આવ્યો હતો ત્યારે અંતિમ સંસ્કાર કરવાની જગ્યા નહોતી.જે બાદ તેમણે પ્લાસ્ટિકના શેડ નીચે ચિતાને અગ્નિદાહ આપવો પડ્યો હતો, જેને કારણે શેડ આગની જ્વાળામાં આવીને ખાખ થઈ ગયો હતો. સ્મશાનમાં આ શેડ લોકોને બેસવા માટે બનાવાયો હતો અને છાંયડા માટે પ્લાસ્ટિકના પતરાથી ઢાંકવામાં આવ્યો હતો. જે હવે બળીને ખાખ થઇ ગયો છે.

ગુરુવારે લખનઉમાં કોરોનાના 5183 કેસ સામે આવ્યાં હતા અને 26 લોકોના મોત થયા હતા.જ્યારે સમગ્ર યુપીમાં 22,439 નવા કેસ અને 104 લોકોનાં મોત થયા હતા. ઉત્તર પ્રદેશમાં સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી વધારે નવા કેસ આવ્યાં હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં 7,66,360 કેસ સામે આવ્યાં છે. જ્યારે 9,480 લોકોના મોત થયા છે. હાલ 1,29,848 એક્ટિવ કેસ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch