Fri,26 April 2024,6:41 pm
Print
header

બ્લેક, વ્હાઇટ, યલો બાદ હવે ક્રિમ ફંગસનો સામે આવ્યો કેસ, જાણો ફંગસ કેમ બદલી રહી છે રંગ

જબલપુરઃ દેશમાં કોરોના મહામારી વચ્ચે હવે અલગ અલગ રંગની ફૂગ મુશ્કેલી ઉભી કરી રહી છે. બ્લેક, વ્હાઇટ, યલો બાદ મધ્યપ્રદેશના જબલપુરના નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેડિકલ કોલેજમાં કોરોના દર્દીમાં ક્રીમ કલરની ફંગસ મળવાથી ચિંતા વધી ગઈ છે જો કે એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયા પહેલા જ કહી ચુક્યાં છે કે ફંગસના રંગને લઈ ગભરાવાની જરૂર નથી. વારાણસીની બીચેયુ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ન્યૂરોલોજી વિભાગના પ્રો. વિજયનાથ મિશ્રા કહે છે કે ફંગસ ખુદને જીવીત રાખવા અને પ્રસાર માટે રંગ બદલે છે ફંગસની ગંભીરતા તેના રંગથી નક્કી થતી નથી. ફંગસના અનેક પ્રકાર અલગ અલગ રંગ પેદા કરે છે.

જે ગુલાબી, લાલ, નારંગી, પીળો, લીલો તથા ગ્રે સહિત અન્ય રંગના જોવા મળી શકે છે. સામાન્ય સ્થિતિમાં કોઈ પણ ફંગસ તેમના ગ્રુપને વિકસિત કરવાની ક્ષમતા રાખે છે. એક વખત તેનો સમૂહ સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયા બાદ જો તેને જીવિત રહેવા માટે પૂરતી માત્રામાં પોષક તત્વો ન મળે તો અસ્તિત્વ ટકાવી રાખવા અંદર કેટલોક બદલાવ કરી લે છે આ સ્થિતિમાં નવા ક્લોન બનાવવાનું છોડી અલગ પ્રકારના બદલાવ કરે છે ફંગસનો બદલતો રંગ તેનું જ પરિણામ છે.

પ્રો. વિજયનાથના કહેવા મુજબ ફંગસની અંદર કેરેટીનોયડ્સ નામનું તત્વ હોય છે જે તેના રંગ માટે જવાબદાર હોય છે. બીચા કેરોટીન નારંગી, ગામા કેરોટીન નારંગી-લાલ, આલ્ફા કેરોટીન-નારંગી પીળું હોય છે. આ રંગ ફંગસને તડકા તથા અન્ય વિપરિત પરિસ્થિતિમાં સુરક્ષા કવચ તરીકે કામ કરે છે જેને કારણે ફંગસ શરીરમાં વ્યાપ વધારે છે ફંગસમાં જોવા મળતો લાલ રંગ તેની બાહ્ય દિવાલ, કોશિકા દ્રવમાં જમા થાય છે. તેથી કહી શકાય કે રંગીન ફંગસની તુલનામાં ઓછી ઘાતક અને આક્રમક હોય છે આવું એટલા માટે કે રંગવાળી ફંગસની બહારની દિવાલ મોટી હોય છે આ કારણે તે મરતાં નથી. રંગ વગરની ફંગસ તડકામાં મરી જાય છે પરંતુ રંગીન ફંગસ તકડાના કિરણોથી મરતી નથી. એક્સપર્ટના કહેવા મુજબ મહામારીમાં એન્ટીબાયોટિકનો વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે. જેને કારણે ખરાબ બેકટેરિયાની સાથે સારા બેક્ટેરિયા પણ મરી જાય છે શરીરની નબળી ઈમ્યુન સિસ્ટમનો ફાયદો ઉઠાવીને ફંગસ હુમલો કરે છે, શરીરમાં અનેક પ્રકારની દવાના પ્રભાવથી બચવા ફંગસ પણ રંગ બદલે છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch