Fri,26 April 2024,4:18 pm
Print
header

કોરોનાની ત્રીજી લહેર આ મહિને જ શરૂ થઈ જશે, ઓક્ટોબરમાં હશે પીક પર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હતા પરંતુ હવે છેલ્લા છ દિવસથી રોજના 40 હજાર કરતાં વધારે કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે, એટલે કે છેલ્લા છ દિવસમાં 2 લાખ 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. આ દરમિયાન એક નવી ભવિષ્યવાણી સામે આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ચાલુ મહિને એટલે કે ઓગસ્ટમાં જ આવી શકે છે અને ઓક્ટોબરમાં તે પીક પર હશે.

બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે, કોરોનાની ત્રીજી લહેરને લઈ આ ભવિષ્યવાણી ગણિતના મોડલ પર કરવામાં આવી છે. આ ટીમમાં આઈઆઈટી હૈદરાબાદ અને કાનપુરના મધુકુમલ્લા વિદ્યાસાગર તથા મનિંદ્ર અગ્રવાલ સામેલ છે. તેમના કહેવા મુજબ ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહીં હોય પરંતુ તેમ છતાં સાવધાની રાખવી પડશે. દૈનિક કેસની સંખ્યા દોઢ લાખ સુધી પહોંચી શકે છે. રિસર્ચકર્તાના કહેવા મુજબ કોરોના કેસ કેટલા વધશે તે મહારાષ્ટ્ર, કેરળ અને વધારે કેસવાળા રાજ્યોની સ્થિતિ પર નિર્ભર છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં પ્રમાણે આજે 40,134 નવા કેસ નોંધાયા હતા, 36,946 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 442 લોકોના મોત થયા હતા.જે બાદ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 3,16,95,958 થયો છે. એક્ટિવ કેસ વધીને 4,13,718 થયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch