Fri,26 April 2024,5:40 pm
Print
header

સાવધાની રાખો, ગુજરાતમાં કોરોના વાઇરસના 38 કેસ, ભારતમાં 570 કેસ થયા

ગાંધીનગરઃ ભારતમાં કોરોના વાઇરસના કેસ વધી રહ્યાં છે, ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંકડો 38 થયો છે, અમદાવાદમાં 14, સુરતમાં 7, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6, રાજકોટમાં 3, અને કચ્છમાં 1 કેસ નોંધાયા છે, ગાંધીનગરમાં દુબઇથી આવેલા વ્યક્તિના ચેપને કારણે વધુ 2 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે, આ વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ પણ થઇ છે. સાબરકાંઠાના ઇડરના વેરાવળ ગામમાં મુંબઇથી આવેલા પરિવારે નિયમોનો ભંગ કર્યો છે, આ પરિવાર ક્વોરન્ટાઇનમાં ન રહેતા 19 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી છે. ગુજરાતાં કુલ 147 લોકો સામે નિયમભંગ બદલ પોલીસ કેસ નોંધાયા છે.
 
રાજ્ય સરકાર કોરોના સામે લડવા તમામ પ્રકારના પગલા લઇ રહી છે, આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું છે કે કોરોના સામે લડવા ફંડ ભેગુ કરવાનું નક્કિ કરાયું છે અને અનેક લોકોએ ફંડ આપવાની તૈયારી બતાવી છે, તેમને આર્થિક સહાય માટે લોકોને અપીલ કરી છે, ગુજરાતમાં અત્યાર સુધી 1 કરોડ લોકો પર સર્વે કરાયો છે અને 15 હજાર જેટલા વિદેશથી આવેલા લોકોની ચકાસણી કરાઇ છે, 20 હજાર જેટલા લોકો હોમ ક્વોરન્ટાઇનમાં છે

ભારતમાં અત્યાર સુધી 570 કોરોના પોઝિટિવ કેસ છે, સૌથી વધુ મહારાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ દર્દીઓ છે, તેલંગાણા સરકારે તો ચીમકી આપી છે કે લોકડાઉનનો કડક અમલ કરવામાં નહીં આવે તો જોતા જ ગોળી મારવાના આદેશ આપવામાં આવશે, મોદી સરકારે 21 દિવસ સુધી લોકોને ઘરોમાં જ રહેવા અપીલ કરી છે, ત્યારે કોરોના સામે લડવા તેનો અમલ કરવો જરૂરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch