Fri,26 April 2024,4:39 pm
Print
header

અંકલેશ્વરમાં કોઇ વ્યક્તિએ PPE કીટ કચરાપેટી પાસે ફેંકતા તંત્રમાં દોડધામ

ભરુચ જિલ્લામાં કોરોના સંક્રમણની વધી રહ્યું છે ત્યારે સ્થાનિકોમાં ચિંતા

ભરુચઃ છેલ્લાં ઘણા સમયથી ભરુચ શહેર અને જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, ત્યારે સવારે અંકલેશ્વરના હસ્તી તળાવ વિસ્તારમાં મુકવામાં આવેલી એક કચરા પેટી પાસે કોઇ વ્યક્તિ પીપીઇ કીટને ફેંકીને જતી રહેતા સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો, આ અંગે નગરપાલિકાની ટીમને જાણ કરાતા તેમણે સ્થળ પર આવીને સાવધાની પૂર્વક પીપીઇ કીટને હટાવીને તે વિસ્તારમાં સેનિટાઇઝેશનની કામગીરી શરુ કરી હતી.  જો કે આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં આક્રોશ સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનું કહેવુ છે કે અંકલેશ્લરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ત્યારે પીપીઇ કીટનો યોગ્ય નિકાલ કરવાને બદલે જાહેરમાં ફેંકવી તે ગુનો બને છે અને આ માટે પોલીસ ફરિયાદ થવી જોઇએ.હજુ ગઇકાલે જ અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ જયાબેન મોદી હોસ્પિટલનાં ટ્રસ્ટી અને અંકલેશ્વરના ઉદ્યોગપતિ કમલેશ ઉદાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, અને જીઆઇડીસી વિસ્તાર હોવાથી હજુ પણ કેસ વધી શકે તેમ છે.ત્યારે આ પ્રકારની બેદરકારી ગંભીર સ્વરુપ લઇ શકે તેમ છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch