Thu,25 April 2024,9:56 am
Print
header

અરવલ્લીઃ બાયડના તેનપુરમાં ફરીથી કોરોનાની એન્ટ્રી, 60 વર્ષીય વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર થયું દોડતું

અરવલ્લીઃ જિલ્લામાં ફરીથી કોરોનાનો પગ પેસારો શરૂ થયો છે. બાયડના તેનપુરમાં 60 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોરોનાગ્રસ્ત વૃદ્ધાને બાયડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે,તેમની સારવાર શરૂ કરવામાં આવી છે.ગામમાં અગાઉ કોરોનાથી મોત થયા હતા અને હવે ફરીથી  કોરોનાનો કેસ આવતા લોકોમાં ભયનો માહોલ છે.જેથી બધાએ સાવચેતી રાખવી જરૂરી છે.માસ્કનો ઉપયોગ પાછો જરૂરી બન્યો છે.

ગુજરાતમાં કોરોના વાયરસના નવા 118 કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 52 કેસ નોંધાયા છે. કોરોનાના કેસ આવતા હવે ફરીથી તકેદારી રાખવાની જરૂર છે. જો કોરોનાના કોઈપણ લક્ષણ દેખાય છે તો તાત્કાલિક તેની સારવાર કરાવવી જોઈએ. હાલ ગુજરાતમાં કોરોના વાયરસના કુલ 810 એક્ટિવ કેસ છે. 5 જેટલા દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે.  

અમદાવાદ કોર્પોરેશન - 52, સુરત કોર્પોરેશન - 12, રાજકોટ કોર્પોરેશન - 12, વડોદરા કોર્પોરેશન - 7, વડોદરા - 5, સાબરકાંઠા - 5, રાજકોટ - 3, મહેસાણા - 3, આણંદ - 2, અમદાવાદ - 2, મહિસાગર - 2, ભાવનગર કોર્પોરેશન - 2, નવસારી - 2, અરવલ્લી - 1, ભાવનગર - 1, અમરેલી - 1, કચ્છ - 1, ભરૂચ - 1, વલસાડ - 1, મોરબી - 1, પોરબંદર - 1, સુરેન્દ્રનગરમાં - 1 કેસ નોંધાયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch