Fri,26 April 2024,1:46 pm
Print
header

CM વિજય રૂપાણીએ ખાનગી ટ્રેન તેજસને લીલીઝંડી આપી, અમદાવાદ-મુંબઇ વચ્ચેનું અંતર 6.30 કલાકમાં કાપશે

અમદાવાદઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની બીજી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસને લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતુ, કેન્દ્રીય રેલવેમંત્રી પિયુશ ગોયલે ટ્વીટર પર ટ્રેનની શરૂઆતની માહિતી આપીને શુભેચ્છા આપી હતી, તેજસ એક્સપ્રેસ હાઇટેક સુવિધાઓથી સજ્જ છે, 160 કિમીની કલાકની ઝડપથી તે 6.30 કલાકમાં મુંબઇ-અમદાવાદ વચ્ચેનું અંતર કાપશે.અંદાજે 2300 રૂપિયાની આસપાસ મુસાફરી ભાડું છે.

અઠવાડિયામાં 6 દિવસ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલશે, અમદાવાદથી સવારે 6.40 વાગ્યે ઉપડીને 1.10 વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચશે, મુંબઇથી 3.40 વાગ્યે ઉપડીને રાત્રે 9.55 વાગ્યે અમદાવાદ આવશે, તેમાં 736 પેસેન્જર બેસવાની ક્ષમતા છે, ટિકિટના દરમાં પેસેન્જરને ચા, કોફી, બ્રેકફાસ્ટ, લંચ કે ડીનર આપવામાં આવશે, ટ્રેનમાં વાઇફાઇ, CCTV કેમેરા, એલઇડી સહિતની સુવિધાઓ છે, મુસાફરોની વિમા કવચ આપવામાં આવશે, સાથે જ ટ્રેન મોડી પડશે તો તેમને વળતર પણ ચુકવવામાં આવશે, એક રીતે પ્લેનમાં મળતી સુવિધાઓ આ ખાનગી તેજસ ટ્રેનમાં મળી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch