Thu,02 May 2024,7:47 am
Print
header

ચીનના હેનાન પ્રાંતની એક સ્કૂલ હોસ્ટેલમાં લાગી ભીષણ આગ, દાઝી જવાથી 13 લોકોનાં મોત

હેનાન પ્રાંતની એક સ્કૂલ હોસ્ટેલમાં લાગી ભીષણ આગ
 
13 લોકોના દાઝી જવાથી થયા મોત

બેઇજિંગઃ ચીનના હેનાન પ્રાંતમાં એક શાળાના શયનગૃહમાં ભીષણ આગ લાગવાનો મામલો સામે આવ્યો છે, જેમાં 13 લોકોના દાઝી જવાથી મોત થયા છે. જ્યારે અન્ય 1 વ્યક્તિ ઘાયલ થયો છે. શિન્હુઆ ન્યૂઝ એજન્સીએ શનિવારે 13 લોકોના મોતની સત્તાવાર  માહિતી આપી હતી. સ્થાનિક ફાયર વિભાગને રાત્રે 11 વાગ્યે હેનાનના યાનશાનપુ ગામની યિંગકાઈને સ્કૂલમાં આગ લાગી હોવાની માહિતી મળી હતી. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થયો છે.

ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી

શાળા સાથે જોડાયેલા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી

આ ઘટનાની જાણ થતા ફાયર બિગ્રેડની ટીમ સ્થળ પર પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. રાત્રે 11:38 વાગ્યે આગ ઓલવાઈ ગઈ હતી. ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે સ્થાનિક સત્તાવાળાઓ આગના કારણની તપાસ હાથ ધરી છે. શાળા સાથે જોડાયેલા એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.

નોંધનીય છે કે નવેમ્બરમાં ઉત્તર ચીનના શાંક્સી પ્રાંતમાં કોલસા કંપનીની ઓફિસમાં લાગેલી આગમાં 26 લોકોનાં મોત થયા હતા. અન્ય લોકો ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. ગયા વર્ષે એપ્રિલમાં બેઇજિંગની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં 29 લોકોનાં મોત થયા હતા અને ઘણાને બચવા માટે બારીઓમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch