Fri,26 April 2024,12:10 pm
Print
header

ગુજરાતમાં ઓમિક્રોનની એન્ટ્રી બાદ આરોગ્ય વિભાગ સતર્ક, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહી આ વાત

ગાંધીનગરઃ ગુજરાતમાં પણ કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. જેના પર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના નિયમોનું કડક પાલન કરાશે.જોખમ પાત્ર તમામ દેશોથી આવતી ફ્લાઇટના યાત્રીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ યાત્રીઓના રિપોર્ટ નેગેટિવ આવશે તો જ તેમને ઘરે મોકલાશે. સાથે જ RT-PCR ટેસ્ટ બાદ પ્રવાસીઓને છૂટ અપાય છે. તેમજ ઘરે જઇને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. દરરોજ આવતી ફલાઇટનું મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર રોજની સાતથી આઠ દેશોની ફ્લાઇટ આવે છે.તેમજ સરકાર પાસે તમામ પ્રકારોનો ડેટા છે.

રાજ્યમાં હાલ સરેરાશ દરરોજ 45થી 50 કોરોના પોઝિટિવ કેસ આવે છે. પોઝિટિવ કેસના કોન્ટેક્ટ ટ્રેસ કરાય છે,દરેક દર્દીઓની સમયાંતરે તપાસ કરાય છે. એરપોર્ટ પર મુસાફરોના સરળતાથી ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ કોરોના SOPનું પાલન કરાશે.અધિકારી હોય કે નાગરિકો નિયમો બધા માટે સરખા છે. ગુજરાતમાં જામનગરમાં વિદેશથી આવેલા એક વ્યક્તિને ઓમિક્રોનના સંક્રમણ હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. જે બાદ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch