Sun,05 May 2024,1:11 am
Print
header

બ્રાઝિલમાં બંદૂકધારી શખ્સે બસ હાઇજેક કરી, મુસાફરોને બંધક બનાવ્યાં, પોલીસે કર્યું આ કામ

બ્રાઝિલઃ દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં એક વ્યક્તિએ બંદૂકની અણી પર આખી બસ હાઇજેક કરી હતી અને મુસાફરોને બંધક બનાવી લીધા હતા. આ ઘટનામાં હુમલાખોરે બે મુસાફરોને ગોળી મારી હતી. આ અંગે બ્રાઝિલ પોલીસે જણાવ્યું કે આ ઘટના મંગળવારે રિયો ડી જાનેરો શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ પર બની હતી. અહીં બંદૂક સાથે એક વ્યક્તિએ પહેલા ગોળી મારીને બે લોકોને ઘાયલ કર્યાં હતા. બસ હાઇજેક થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો.

પોલીસે આરોપીની ધરપકડ કરી

સ્પેશિયલ સિક્યુરિટી ફોર્સના જવાનોએ બંદૂકધારી સાથે વાત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બસમાં મુસાફરી કરી રહેલા 18 લોકોને બંધક બનાવવામાં આવ્યાં હતા. જો કે બાદમાં પોલીસને આરોપીની ધરપકડ કરવામાં સફળતા મળી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યાં છે. તેમજ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા હતા.

બંદૂકધારી વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી

બંધક બનાવનાર વ્યક્તિએ આત્મસમર્પણ કર્યું અને તેની ધરપકડ કરવામાં આવી હતી. તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યાં હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બંધક લોકોમાં બાળકો અને વૃદ્ધો સામેલ હતા. પોલીસે બંદૂકધારી વ્યક્તિની ઓળખ જાહેર કરી નથી. એક પ્રત્યક્ષદર્શીએ માહિતી આપી હતી કે એક વ્યક્તિ અંધાધૂંધ ગોળીબાર કરતો બસમાં ઘૂસી ગયો હતો.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch