Fri,26 April 2024,2:16 pm
Print
header

બ્લેક ફંગસની જીવલેણ બિમારી બની ચિંતાનું કારણ, આ સાવધાની રાખશો તો ફંગસથી બચી જશો

કોરોના વાયરસની સાથે હવે બ્લેક ફંગસ લોકો માટે ચિંતાનું કારણ બની છે. બ્લેક ફંગસ સૌથી ઘાતક બિમારી છે જો કે થોડીક સાવધાની રાખશો તો આ ફંગસથી બચી શકો છો. SARS-CoV-2 વાયરસે અનેક બીજી બિમારીઓ પેદા કરી દીધી છે. મ્યુકોરમાઈકોસિસ એટલે કે બ્લેક ફંગસ નાકથી થઈને આંખના રસ્તે બ્રેન સુધી પહોંચે છે. આ ફંગસ ઈન્ફેક્શનથી પહેલા તો દર્દી આંખોની રોશની ગુમાવે છે ત્યારબાદ સારવારમાં જો થોડું પણ મોડું થઈ જાય છેે તો તે જીવ પણ ગુમાવી શકે છે. ઓરલ હાઈજીન અને માસ્ક ખુબ જરૂરી છે. 

જેમને કોવિડ-19ની સારવાર દરમિયાન લાંબા સમય સુધી સ્ટેરોઈડ આપવામાં આવ્યાં છે. જે લોકો લાંબા સમય સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યાં હોય અને ઓક્સિજન સપોર્ટ કે વેન્ટિલેટર પર રહ્યાં હોય તેવા લોકો વધુ બ્લેક ફંગસનો ભોગ બને છે. હોસ્પિટલમાં યોગ્ય રીતે હાઈજીન મેન્ટેઈન ન થવાના કારણે અનેક દર્દીઓને બ્લેક ફંગસ થાય છે. સાથે જ ડાયાબિટિસના રોગીઓને પણ તેનાથી જોખમ છે કારણ કે સ્ટેરોઈડ લેવાને કારણે તેમનું શુગર લેવલ વધી જાય છે. 

બ્લેક ફંગસથી અનેક લોકો પોતાની આંખો ગુમાવી ચૂક્યાં છે ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે બ્લેક ફંગસના કેસોમાં થઈ રહેલા વધારા પાછળ મોટું કારણ માસ્કમાં રહેલી ભીનાશ પણ છે. મ્યુકોરમાઈકોસિસ થવા પાછળ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાયેલો માસ્ક પણ હોઈ શકે છે. માસ્ક પર જમા થયેલી ગંદકીને કણોથી આંખમાં ફંગસ ઈન્ફેક્શન થવાની શક્યતા છે. આ સાથે જ માસ્કમાં ભીનાશ હોવાને કારણે પણ આ પ્રકારે ઈન્ફેક્શન થઈ શકે છે. 

બ્લેક ફંગસ એવા લોકોને થાય છે કે જેમની ઈમ્યુનિટી નબળી છે. તે લોકોની કોવિડ-19 ની સારવાર દરમિયાન સ્ટેરોઈડનો ઉપયોગ વધુ કરાયો છે તેમનામાં પણ ફંગલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. આ બિમારીના આંખ સુધી પહોંચવાના શરૂઆતી લક્ષણ આંખ લાલ થવી, આંખોમાંથી પાણી નીકળવું અને કન્જેક્ટિવાઈટિસ જેવા લક્ષણ હોય છે બાદમાં આંખોમાં દુખાવો થાય છે રોશની જતી રહે છે. આમ તો ફંગસથી ઈન્ફેક્શન થવાની શરૂઆત નાકથી થાય છે જેને કારણે નાકથી બ્રાઉન કે રેડ કલરનું મ્યુકસ બહાર આવે છે. ત્યાર બાદ તે આંખોમાં પહોંચે છે પછી તે બ્રેઈન, નર્વસ સિસ્ટમ સુધી પહોંચે છે એટલે દર્દી મોતના મોઢામાં ધકેલાય છે. 

કોવિડ-19નો રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ તમારું ટૂથબ્રશ બદલી નાખો.જેથી કરીને જૂના બ્રશ દ્વારા ફરીથી ઈન્ફેક્શન ન થાય. આ સાથે જ નિયમિત પણે તમારું મોઢું ધોતા રહો. બ્લેક ફંગસથી બચવા માટે તમારે તમારા મોઢાનો અંદરનો ભાગ સાફ કરવું ખુબ જરૂરી છે. આવામાં કોવિડથી સાજા થયા બાદ અને ત્યાર બાદ પણ દિવસમાં 2-3 વાર બ્રશ કરીને મોઢાની સફાઈ કરશો તો આ ઈન્ફેક્શનથી બચવામાં મદદ મળશે. 

કોવિડ-19થી સાજા થયેલા દર્દીઓ માટે જરૂરી છે કે તે પોતાનું ટૂથબ્રશ અને ટંગ ક્લિનર પણ સાફ કરતા રહે આ સાથે જ તેમણે પોતાના બ્રશ અને ટંગ ક્લિનર બીજાના બ્રશ કરતા અલગ રાખવા જોઈએ. આ ફંગસ વાતાવરણમાં મળી આવે છે, જેથી કરીને વરસાદી ઋતુમાં બ્લેક ફંગસ ફેલાવવાની શક્યતા વધુ છે. આથી જરૂરી છે કે કોવિડ-19થી સાજા થયેલા લોકો માસ્કને ડેટોલમાં ધોઈને સૂકાવીને કે પછી પ્રેસ કરીને જ પહેરે. ઉપરાંત માસ્કને અન્ય કપડા સાથે ન રાખો, જો કે તમારે કોઇ પણ સંજોગોમાં ડોક્ટરની સલાહ મુજબ આ બિમારીની દવા કરાવવી જોઇએ અને કેટલીક સાવધાની પણ જરૂરી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch