Fri,19 April 2024,11:02 am
Print
header

પાટીલનો હુંકાર, આ વખતે પણ લોકસભાની તમામ 26 બેઠકો જીતવાની જ છે, સાથે જ વિરોધીઓની ડિપોઝિટ ડૂલ થઇ જવી જોઇએ

નવસારીઃ ગણદેવીમાં સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે હુંકાર કરતા કાર્યકર્તાઓને લોકસભા ચૂંટણી 2024 ની તૈયારીઓમાં લાગી જવા કહ્યું છે, સભામાં કાર્યકર્તાઓને સંબોધતા કહ્યું કે આ વખતે પણ ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો આપણે જ જીતવાની છે, તમામ બેઠકો પર 5-5 લાખની લીડ હોવી જ જોઇએ.

તમામ 26 લોકસભા બેઠકો પર પ્રભારીની નિમણુંક કરાશે

પેજ કમિટિને વધુ મજબૂત કરાશે

પાટીલે કાર્યકરોને કહ્યું કે લોકસભામાં આપણા ઉમેદવાર સામે કોઇ પણ પાર્ટીનો ઉમેદવાર હોય તેની ડિપોઝિટ ડૂલ કરી નાખવાની છે, તેમના હાલ એવા કરવાના કે ડિપોઝિટ પણ જપ્ત થઇ જવી જોઇએ. 

ગુજરાત વિધાનસભામાં 156 બેઠકો જીતીને ભાજપે ઇતિહાસ રચી દીધો છે, કોંગ્રેસના સૂપંડા સાફ થઇ ગયા છે, હવે ભાજપ અને પાટીલ આગામી લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓમાં લાગી ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch