Fri,26 April 2024,6:35 pm
Print
header

યુવતીના પરિવારે પ્રેમીને માર મારીને પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો, પ્રેમીકાના ઘરની સામે સળગાવી પ્રેમીની ચિતા

બિહારઃ મુઝફ્ફરપુરમાં પ્રેમ પ્રકરણમાં હત્યાની એક સનસનીખેજ ઘટના સામે આવી છે, પ્રેમી પ્રેમીકાના ઘરે મળવા ગયો હતો તો પરિવારે તેને પકડી લીધો હતો, પ્રેમીકાના પરિવારજનોએ લોખંડના સળિયાથી પ્રેમીને માર માર્યો હતો. તેનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાંખ્યો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પીડિતના પરિવારને આ અંગે જાણ કરાઇ હતી. સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું. પોસ્ટમોર્ટમ બાદ પ્રેમીના મૃતદેહને ઘરે પહોંચાડ્યા બાદ લોકો પ્રેમીકાના ઘરની સામે જ પહોંચી ગયા હતા. હત્યા થયા બાદ ખૂબ જ ગુસ્સે ભરાયેલા લોકોએ પ્રેમિકાના ઘરની સામે જ પ્રેમીની ચિતા પ્રગટાવીને અંતિમ સંસ્કાર કર્યાં હતા.

ભારે વિવાદ બાદ છોકરીના પરિવારે પોતાના ઘરના દરવાજા બંધ કરી નાંખ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ભીડને કાબૂમાં લીધી હતી. ત્યાં સુધીમાં લોકો પ્રેમીકાના ઘરની સામે યુવકના અંતિમ સંસ્કાર કરી ચુક્યા હતા. મૃતક સૌરભ કુમાર (ઉ.વ 22)નો હતો. સોનબરસા ગામમાં રહેતી તેની પ્રેમિકાને રાત્રે મળવા તેના ઘરે ગયો હતો.તેને જોઇ જતા છોકરીના પરિવારે તેને પકડી લીધો હતો. હાલમાં પોલીસે આ  ઘટનાની તપાસ કરી રહી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch