Fri,26 April 2024,7:45 pm
Print
header

બિહારમાં અગ્નિવીર યોજનાના વિરોધમાં ઠેર ઠેર આગચંપી, મહિલા ધારાસભ્યની કાર પર પથ્થરમારો- Gujarat Post

નવાદામાં વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ  

ઠેર ઠેર ટાયરો સળગાવવામાં આવ્યાં

પટનાઃ બિહારમાં 'અગ્નિવીર યોજનાને લઈને વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. વહેલી સવારે બિહારના નવાદા અને જહાનાબાદથી હંગામો શરૂ થયો હતો. પછી આરા, બક્સર, સહરસા સહિત આઠથી નવ જિલ્લાઓમાં હંગામો મચી ગયો છે. આક્રોશિત વિદ્યાર્થીઓએ ઘણી જગ્યાએ ટ્રેનોને નિશાન બનાવી છે. નવાદામાં વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થઈ ગયો છે. રોડ પર આગચંપી પણ થઈ હતી. ઠેર ઠેર ટાયરો સળગાવવામાં આવ્યાં છે.

નવાદામાં વિદ્યાર્થીઓએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યાં હતા, આ યોજના પાછી ખેંચી લેવા માંગ કરી છે. નાવડાના પ્રજાતંત્ર ચોકમાં રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ હોબાળો થયો હતો.રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, ફિઝિકલ અને મેડિકલ હોવાથી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારે નવી યોજનાનો અંત લાવવો જોઈએ તેવી વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યાં છે.

વારિસલીગંજના ધારાસભ્ય અરુણા દેવી નવાદા આવી રહ્યાં હતા. દરમિયાન રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્યના વાહન પર હુમલો કર્યો હતો. કારમાં હાજર ધારાસભ્ય જીવ બચાવવા ભાગી છૂટ્યા હતા.આ ઘટના નવાદાના ત્રણ નંબરના બસ સ્ટેન્ડ પાસે બની હતી.અચાનક 15 થી 20 યુવકો આવી પહોંચ્યાં હતા અને વાહન પર હુમલો કરવા લાગ્યા હતા. જેમાં તેઓ જીવ બચાવવા ભાગ્યા હતા. ત્યારે અહીંની સ્થિતીથી તંત્રની ચિંતા વધી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch