Mon,29 April 2024,7:15 am
Print
header

રૂ. 2 લાખ 25 હજારની લાંચ, દિવાળી પહેલા જ ACB એ લાંચ લેનારા હેડ ક્લાર્કને ઝડપી લીધા

ભૂજઃ દિવાળી પહેલા જ એસીબીએ હેડ કલાર્કને લાંચ લેતા ઝડપી લીધા છે. ફરિયાદીએ માંડવી નગરપાલિકા વિસ્તારમાં સરકારી ટેન્ડર ભરીને આરસીસી રોડ અને પેવર બ્લોકના કામના કોન્ટ્રાકટર તરીકે રૂ. 90,00,000 ના કામો કરેલા હતા.જે કામના પેમેન્ટના ચેક આપવા આરોપી કાનજી બચુભાઈ મહેશ્વરી,વર્ગ-3, હેડ ક્લાર્ક, માંડવી, નગરપાલિકાએ રૂ. 2,25,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી ગાંધીધામ એસીબી કચેરીનો સંપર્ક કરીને લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ કામના આરોપી કાનજીએ લાંચના નાણાં પોતાની કચેરીમાં કામ કરતા આરોપી વ્રજેશ મનોજભાઈ મહેશ્વરી, કરાર પટ્ટાવાળાને  આપવા જણાવ્યું હતુ, અને તે લાંચની રકમ નગરપાલિકામાં જ   સ્વીકારતા ઝડપાઇ ગયા છે. બંન્ને આરોપીઓને એ.સી.બી.એ ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપીંગ અધિકારીઃ વી.એસ.વાઘેલા
પો.ઇન્સ. ગાંધીધામ એસીબી પો.સ્ટે

સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહીલ ,
મદદનીશ નિયામક, એ.સી.બી. બોર્ડર એકમ, ભૂજ

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch