Wed,08 May 2024,8:24 am
Print
header

કચ્છનો અપહરણ કેસ...2 IPS સહિત 6 પોલીસકર્મીઓ વિરુદ્ધ દાખલ કરાઇ પોલીસ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

(પ્રતિકાત્મક ફોટો)

ભૂજઃ ગુજરાત પોલીસને લઇને કોઇને કોઇ વિવાદો સામે આવી રહ્યાં છે, કરોડો રૂપિયાની તોડબાજીમાં હાલમાં જ જૂનાગઢમાં પૂર્વ પીઆઇ તરલ ભટ્ટ સામે મોટી કાર્યવાહી થઇ રહી છે, તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. અને હવે સીઆઇડી ક્રાઇમે બે આઇપીએસ અધિકારીઓ સહિત 6 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે.

કચ્છમાં ખેડૂતની મિલકતો પડાવી પાડવા અને તેના અપહરણના કેસમાં આ તમામ લોકો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઇ હતી અને કોર્ટના આદેશ બાદ 19 લોકો સામે ફરિયાદ દાખલ થઇ છે.પશ્વિમ કચ્છના તત્કાલિન બે આઇપીએસ અધિકારીઓ, ત્રણ ડીવાયએસપી અને પીએસઆઇ સહિતના લોકો સામે ફરિયાદ થતા પોલીસની કામગીરને લઇને ફરીથી સવાલ ઉભા થયા છે. આ ફરિયાદમાં ઇલેક્ટ્રોથર્મ કંપનીના માલિક શૈલેષ ભંડારીનું પણ નામ છે.

પરમાનંદ લીલારામ શીરવાણીના કેસમાં કોર્ટે આ આદેશ આપ્યો છે. 2015 માં ઇલેક્ટ્રોથર્મના શૈલેષ ભંડારીએ પરમાનંદ લીલારામનું અપહરણ કરીને તેની મિલકતો પડાવી લીધી હતી અને જે તે સમયે પોલીસે અપહરણની ફરિયાદ લીધી ન હતી, હવે આટલા વર્ષો પછી 19 લોકો સામે ગંભીર કલમો સાથે પોલીસ ફરિયાદ થઇ છે.

શું હતો સમગ્ર મામલો ?

નોંધનિય છે કે ફરિયાદી પરમાનંદ લીલારાવ ઇલેક્ટ્રોથર્મ કંપનીમાં કામ કરતા હતા ત્યારે તેમના માલિકે તેમના નામે પેઢી ખોલીને કરોડો રૂપિયાની બેંકોમાંથી લોન લીધી હતી અને બાદમાં જ્યારે પરમાનંદે નોકરી છોડવાની વાત કરી તો તેમનું અપહરણ કરીને તેમને જુદી જુદી જગ્યાએ રખાયા હતા અને તેમને માર મારીને કોરા કાગળ પર સહીઓ કરાવી લેવામાં આવી હતી, તેમની પત્નીના સોનાના દાગીના અને 10 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યાં હતા, તેમની મિલકતો પણ ખોટી રીતે લખાવી લેવાઇ હતી, ત્યાર બાદ ફરિયાદીના પત્નીએ કાનૂની લડાઇ ચાલુ કરી હતી, હાઇકોર્ટનો આદેશ છંતા આરોપીઓ સામે પોલીસે કોઇ કાર્યવાહી કરી ન હતી અને હવે સુપ્રીમ કોર્ટે આ મામલે મોટો ચૂકાદો આપતા ફરિયાદ દાખલ કરાઇ છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch