Fri,26 April 2024,9:06 pm
Print
header

ગાંધીનગરઃ કોંગ્રેસ નેતાની દારૂ પાર્ટીમાં મિત્રો સાથે બબાલ થઇ અને મિત્રએ જ ગોળી ધરબી દીધી

આ જ સામ્રાજ્ય ફાર્મ હાઉસમાં પાટીદાર આંદોલન વખતે બેઠકો થતી હતી

કોંગ્રેસના પ્રવીણ માણિયાનું ફાયરિંગમાં મોત

ગાંધીનગરઃ કોંગ્રેસમાંથી ભાવનગરમાં ચૂંટણી લડેલા પ્રવીણ માણિયાની હડમતીયા ગામમાં આવેલા ‘સામ્રાજ્ય’ ફાર્મ હાઉસમાં હત્યા કરી નાખવામાં આવી છે. શુક્રવારે મોડી રાત્રે ફાર્મહાઉસ પર દારૂ પાર્ટી કરવા  ભેગાં થયેલા મિત્રો વચ્ચે કોઇ મામલે ડખો થતાં ફાયરિંગ કરવામાં આવ્યું હતુ, જેમાં નેતાનું મોત થઇ ગયું છે. પ્રવીણ માણિયા જમીન લે-વેચનો ધંધો કરતા હતા અને રાજનીતિમાં સક્રિય હતા,પાટીદાર આંદોલન વખતે આ જ ફાર્મ હાઉસમાં નેતાઓ બેઠકો કરતા હતા.

મળતી વિગત પ્રમાણે પ્રવિણ માણીયા, જયદીપસિંહ ગોહિલ, તરુણસિંહ, સંતોષ ભરવાડ, હરપાલસિંહ, મોહિત સહિતના મિત્રો દારૂની પાર્ટી કરી રહ્યાં હતા.જેમાં  કોઈ મામલે તકરાર થતાં બધા મિત્રો અંદરો અંદર બાખડી ઝઘડી પડ્યાં હતા. જેમાં પ્રવિણ માણીયા અને જયદીપસિંહ તેમજ તરુણસિંહ વચ્ચે વધારે માથાકૂટ થઇ હતી. જે બાદ જયદીપસિંહે પોતાની રિવોલ્વર કાઢી પ્રવિણ માણિયા પણ ફાયરિંગ કર્યું હતું. જેને કારણે પ્રવિણ માણિયા ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસે ઘટના સ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજ લઇને કેસની વધુ વિગતો મેળવવા ચક્રો ગતિમાન કર્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch